________________ ગુસ્સો કરવાની જરૂર ખરી ? શું એટલા નાના પ્રસંગને જતો ન કરી શકાય? હા, તેના આત્માને કંઈક નુકસાન થતું હોય તે બરાબર. પરંતુ તો આટલા નાના પ્રસંગમાં ગુસ્સો કરવાની જરૂર ખરી ? જો દીકરાની નાની નાની ભૂલોને માફ કરી શકશો તો ક્યારેક દીકરો તમારી વાત પણ પ્રેમથી સ્વીકારશે. જો નાની નાની બાબતોમાં પણ દીકરા ઉપર ગુસ્સો જ કરશો તો તમારા અને દીકરાના સંબંધમાં તિરાડ પડ્યા વિના નહીં રહે. રસ્તામાં જતા જતા કોઈનો ઠોસો લાગી જાય, તે વખતે તમે મગજને શાંત રાખી ન શકો ? લગભગ કોઈ હાથે કરીને તો ઠોસો લગાવતું નથી જ. અજાણતા જ ઠોસો લાગતો હોય છે. તો સામેવાળાની એટલી ભૂલને માફ કરવાની તૈયારી રાખવી જ પડે. તમારા નવા કપડા ઉપર કીચડ ઉછાળતી રીક્ષા પસાર થઈ જાય ત્યારે ઉગને ન અટકાવી શકો ? આટલા નાના પ્રસંગોને તો જતા કરવાની વૃત્તિ કેળવવી જ પડશે. જો આવા નાના નાના પ્રસંગોમાં પણ તમે ગુસ્સો કરી બેસશો તો તમારો સ્વભાવ જ ચીડીયો થઈ જશે. કોઈ તમારી સાથે પળ -બે પળ વાત કરવાને પણ નહીં ઈચ્છે. તમારું સાંનિધ્ય સહુને અણગમતું થઈ પડશે. જો નાના નાના પ્રસંગોને, સામેવાળાની નાનીનાની ભૂલોને જતી કરતા રહેશો તો તમારી એક જુદી જ “ઈમેજ ઉભી થશે. લોકોને તમારા પ્રત્યે સદ્ભાવ વધશે. તમારું મગજ પણ શાંત થશે. અને તો જ સ્વસ્થ રીતે તમે કોઈ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકશો. જ્યારે પણ કંઈક અણગમતું થાય ત્યારે આ શબ્દો મગજમાં યાદ કરવા - ‘લેટ ગો'. આ શબ્દો ક્રોધને કાબૂમાં લેવા માટેનો અમોઘ મંત્ર બની રહેશે. - ચા ઠંડી આવી - લેટ ગો ! * શાક મીઠા વિનાનું આવ્યું - લેટ ગો ! * મોજા-ચપ્પલ કોઈ ઉપાડી ગયું - લેટ ગો ! - ઘરાક એકદમ કરકસરિયો મળ્યો - લેટ ગો ! 275