________________ બચાવી આશ્રમમાં લઈ આવવાનો નિર્ણય સ્વયંસેવકોએ કર્યો. કારણ કે, ગામમાં લગભગ કોઈ ઘર બચ્યા ન હતા. કશું જ સાબૂત રહ્યું ન હતું. એક માત્ર આશ્રમ જ ઊંચી ટેકરી ઉપર આવેલ હોવાથી સલામત અને સાબૂત હતો. રેલસંકટથી સર્વસ્વ ગુમાવી ચૂકેલા માણસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. આશ્રમમાં તેઓને રાખવા માટે ઘણી-ઘણી વસ્તુઓની જરૂરિયાત પડતી હતી. તે બધી લાવવી ક્યાંથી ? તે એક મોટો યક્ષપ્રશ્ન હતો. રેલસંકટને કારણે ગામનો જગત સાથેનો સંપર્ક તૂટી જતાં બહારથી સામગ્રી આવવામાં ઘણો સમય વીતી જાય તેમ હતું. આથી, તાત્કાલિક ધોરણે પ્રાથમિક સામગ્રી ભેગી કરવા માટે જે કંઈ દાનમાં મળે તે લેવા માટે સ્વયંસેવકો નીકળી પડ્યા. ઊંચાઈ ઉપર આવેલા થોડાએક ઘરો હજુ બચ્યા હતા. સ્વયંસેવકોએ ત્યાં જઈ પરિસ્થિતિ સમજાવી, મદદ માટે ટહેલ નાંખી. સહુએ યથાશક્તિ સહયોગ આપ્યો. હવે થોડાક જ ઘર બચ્યા હતા. એમાં એક ઘરે સ્વયંસેવકો પહોંચ્યા. ઘરનો બાહ્ય અને અત્યંતર દેદાર જ તેની અતિશ્રીમંતાઈની ચાડી ફેંકતો હતો. એટલે જ આ ઘરમાંથી સારું એવું મળશે, એવી સ્વયંસેવકોને આશા હતી. ઘરે જઈ સ્વયંસેવકોએ આખી પરિસ્થિતિ સમજાવી. શેઠ ઘરમાં હાજર ન હતા. શેઠાણીએ જ આખી વાત સાંભળી. પણ, શેઠાણીના D.N.A. માં જ જાણે આપવાની વાત ન હતી, ભારે કંજૂસ. રૂપિયા આપતા તો એમનો જીવ જ ચાલે તેમ ન હતો. ઘરમાં અઢળક ભર્યું હોવા છતાં કશું પણ આપી શકવાની ઉદારતા તેમનામાં હતી નહીં. ટૂંકી વાતચીતમાં જ સ્વયંસેવકોએ આ વાત પારખી લીધી. એટલે એમણે પૈસાની વાત છોડી વસ્તુની વાત ઉપાડી. ઘરમાં કંઈ પણ વધારાની વસ્તુ હોય તો અત્યારે આપો - એવી વાત તેમણે રજૂ કરી. શેઠાણી આ વાતને ઠુકરાવી શકે તેમ ન હતા. શેઠાણી 47