________________ પરંતુ ફેશન-વ્યસનના માર્ગે, પાપના માર્ગે તમારી સંપત્તિ વગેરેનો ઉપયોગ થતો હોય તો સંપત્તિ વગેરેનો વેડફાટ કર્યો કહેવાય. હવે વિચારો - પુણ્યના યોગે તમને મળેલી છે જે સામગ્રી છે, તેની વાવણી કેટલી ?, વપરાશ કેટલો ? અને વેડફાટ કેટલો ? તમારી લાઈફ સ્ટાઈલ જોતાં સ્પષ્ટ છે કે વેડફાટ ચિક્કાર છે. વપરાશ ઘણો ઓછો છે. વાવણી તો નહીંવત્ છે. જો પરિસ્થિતિ ખરેખર આ જ હોય તો પછી ભવિષ્યમાં સુખી થવાની શક્યતા કેટલી ? બીજનો વેડફાટ કરનારો ખેડૂત શું સુખી થઈ શકે ? તો પછી તમે ભવિષ્યમાં સુખી થવાની આશા રાખતા હો તો મારે કહેવું રહ્યું કે - બાવળ વાવી આંબાની ઈચ્છા રાખનારા માણસ જેવી તમારી પરિસ્થિતિ છે. પૂર્વના ભવોમાં કોઈ સારા કાર્યોની વાવણી કરી નથી. માટે આ ભવમાં ડગલે ને પગલે પ્રતિકુળ પરિસ્થિતિ પેદા થયે જ રાખે છે. અને તેમાં મગજ ઉપરનો કાબૂ ગુમાવી પાછી વધુને વધુ તેવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ તમે નક્કી કરી રહ્યા છે. તથા તેવી કોઈ આરાધના તમારી નથી કે જેની લણણીના સમયે તમને સારા-મીઠા -મધુરા ફળ મળે. પછી વર્તમાનમાં અને ભાવીમાં દુઃખ સિવાય બાકી શું રહે ? આથી, હવે કોઈ પણ જાતની ફરિયાદ કરતા પહેલાં ખાસ આત્મનિરીક્ષણ કરી લેજો કે “આવી ફરિયાદ કરવાનો મને અધિકાર છે કે નહીં ?' ઘણું ખરું તમને લાગશે કે વાસ્તવમાં આમાં મારો જ દોષ છે. હવે સંકલ્પ કરજો કે - “બીજની પસંદગીમાં થાપ નથી જ ખાવી ?" ગુસ્સો હવે ન જ જોઈએ. ગુસ્સાના બીજ વાવી-વાવીને અત્યારે ભયંકર હેરાન થઈ જ રહ્યો છું. હવે વધુ હેરાન નથી થવું. જો બીજની પસંદગીમાં થાપ ખાધી તો પછી એના ફળ બહુ ભારે પડી જશે. ભાવમાં કદાચ તમે તીર્થકર હશો કે ચક્રવર્તી. પણ, કર્મસત્તા એ વખતે તમારું કશું સાંભળવાની નથી. પછી એના દુષ્પરિણામો ભોગવવા 43