________________ પૈસા વસૂલ કરે. તો પછી 1 રૂપિયો લીધો હોય તો હિસાબ ક્યાં પહોંચે? આ માત્ર હિસાબની વાત નથી. કર્મસત્તાનું ગણિત આવું જ છે. તેના દાખલા શાસ્ત્રના પાને નોંધાયેલા છે. કેટકેટલાય વર્ષો સુધી પોતાની પાસે આવનારા, પોતાનાથી પ્રતિબોધ પામેલા, દીક્ષા લેવા ઉત્સુક થયેલા મુમુક્ષુ જીવોને આદિનાથ પરમાત્મા પાસે મોકલનાર મરિચી કપિલની સામે ફક્ત આટલું વેણ ઉચ્ચારે છે - ‘વિના! રૂ€ પિ રૂ પિ' મતલબ કે આદિનાથ પરમાત્મા પાસે પણ ધર્મ છે અને અહીં મારી પાસે પણ ધર્મ છે. ફક્ત એક વાર ઉચ્ચરાયેલું આટલું વચન અને કર્મસત્તા જુવો કે કેવો હિસાબ વસૂલ કરે છે. પાછા આ મરિચી એટલે આદિનાથ પરમાત્માના શિષ્ય, ભવિષ્યમાં તીર્થકર થવાના છે. એટલે કે જીવદળ ઉત્તમ છે. પણ, કર્મસત્તાને તો તીર્થંકરની પણ શરમ કદી નડતી નથી. અને મરિચીથી મહાવીર સુધીની યાત્રાના અસંખ્ય પડાવો કર્મસત્તાએ વધારી દીધા. કુલ 1 કરોડ x 1 કરોડ સાગરોપમ જેટલો એટલે કે એક કોટાકોટી સાગરોપમ જેટલો સંસાર વધારી દીધો. તમારી દુનિયાની કોર્ટ મુજબ મરિચીના જીવે કરેલી આ ભૂલ કેવી લેખાય ? પણ, કર્મસત્તાના ગણિત અકળ છે. એનાથી તો જેટલું સાચવીને ચાલો તેટલું કલ્યાણ છે. અસંખ્ય ભવો જે વધાર્યા તે દેવલોકના અને રાજાના ભવો નથી. પણ, તેમાં મુખ્યતયા એકેન્દ્રિય અવસ્થાના ભવો છે. જનમ-મરણના ચક્કર જ્યાં સતત ચાલુ જ છે. આવી ભયંકર સજા ! માટે, ક્રોધની લોન આ કર્મસત્તા પાસેથી હરગીઝ લેવા જેવી નથી. બાકી તમે આખો દિવસ મહેનત કરી કરીને સાધના ભેગી કરશો અને તમે કરેલો એક જ ક્રોધ એ તમામને ચાટી જશે. જેમ આંધળી દળે અને કૂતરા ચાટી જાય. મતલબ કે અંધ ડોશીમા આખો દિ લોટ દળ્યા કરે. પણ ખબર નથી કે બાજુમાં જ કૂતરાઓ ફરે છે. જે દળીને હું લોટ બહાર કાઢું છું કે આ કૂતરાઓ ચાટી જાય છે.