________________ સાસુમા બોલવાનું ટાળવા લાગ્યા. વહુ તો આશ્ચર્યચકિત થઈ ગઈ. અમુક પ્રસંગો તો એવા હતા કે વહુને ખાતરી જ હતી - સાસુ આ પ્રસંગે તાડૂકી ઉઠ્યા વિના રહેશે નહીં. અડધો કલાકની તકરાર તો આરામથી જામી જશે. પણ, આશ્ચર્ય ! અમુક તેવા પ્રસંગોમાં સાસુ ચાર પાંચ વાક્યો બોલી બડબડતી ચાલી ગઈ. ધીરે ધીરે તેવા પ્રસંગોમાં તો બોલવાનું જ બંધ કરી દીધું. ક્યારેક ક્યારેક વહુને પણ સાસુ સામે બોલવાનું મન થઈ જતું. છતાં અંદરની તાવીજ મોઢા બહાર પડી ન જાય તેની સાવધાની રાખવા વહુ કશું જ બોલતી નહીં. દિવસો જેમ જેમ પસાર થતા ગયા, તેમ તેમ સાસુમાનું બોલવાનું સાવ જ બંધ થવા લાગ્યું. ધીરે ધીરે વહુ-સાસુ વચ્ચેનું આંખે દેખ્યું ઝેર ઘટવા લાગ્યું. ક્યારેક ક્યારેક પ્રેમાળ વાતચીત પણ થવા લાગી. આખું વાતાવરણ જાણે પલોટાવા લાગ્યું. આજુબાજુવાળા આડોશી-પાડોશીને પણ આશ્ચર્ય થવા લાગ્યું. જન્મજાત વૈરીની જેમ લડનારા સાસુ-વહુ ધીરે ધીરે જનમ-જનમના સ્નેહી બનતા જતા હતા. ઘણી વાર વહુને એ સંત પુરુષની યાદ આવી જતી અને કૃતજ્ઞતાભાવે એમનો ખૂબ-ખૂબ આભાર માનતી. હવે તેને જીવન જીવવા જેવું લાગતું. સાસુમાનો અને પોતાનો વ્યવહાર ખૂબ જ પ્રેમસભર બનતો જતો હતો. ધીરે ધીરે તાવીજની જરૂરિયાત જ મટી ગઈ. તાવીજની જરૂર જ નહતી પડતી. એક વાર અચાનક સંતપુરુષ કૃતજ્ઞભાવે યાદ આવી ગયા. સાથોસાથ એમણે આપેલું તાવીજ પણ યાદ આવ્યું. તાવીજ ગળા ઉપર જ બાંધ્યું હતું. જેથી જરૂર પડ્યે તરત જ મોઢામાં નાંખી શકાય. એને નવાઈ લાગી કે આ તાવીજમાં એવો તો શો જાદુ છે કે જેણે જીવનને નંદનવન બનાવી દીધું ? એકાદ વધારે તાવીજ સંતપુરુષ પાસેથી મેળવી લેવાની ઈચ્છા થઈ આવી. એક ખોવાઈ જાય તો બીજું કામ આવે. આમે ય ઘણાં દિવસથી સંતપુરુષને મળી તાવીજના પ્રભાવને જણાવવાની ભાવના હતી. પણ, અન્ય કામોમાં એ વાત ભૂલાઈ જતી. આજે ઉત્કંઠા ખૂબ જ તીવ્ર બની ગઈ. એણે તપાસ કરી તો સમાચાર મળ્યા કે સંતપુરષ ગામમાં જ હતા. હવે થોડા જ દિવસમાં આ ગામમાંથી 163