________________ તફાવતવાળો માણસ એક કેમ હોઈ શકે ? તમે બીજા માણસ છો.' ગૌતમ બુદ્ધ જાણતા હતા કે માણસ એ જ છે. પણ, “જ્યારે આ વ્યક્તિ મને બીજી વાર મળી રહેલ છે ત્યારે તેને જૂના જ દૃષ્ટિકોણથી શા માટે જોવો ?'- આવી ઉદાત્ત વિચારધારા તેમણે આત્મસાત્ કરી હતી. ટેઈલર પોલિસી આપણને આ જ કહી રહી છે. જેમ દરજી દર વખતે નવું નવું માપ લે છે. જૂના માપથી ક્યારેય તે કપડા સીવતો નથી. તે દરેક વખતે નવા જ માપ લે છે. જો જૂના માપથી જ કપડા સીવવામાં આવે તો કપડા સીવવામાં અન્યાય થઈ જાય. ઘરાકને પણ તે ન્યાય ન આપી શકે. દરજીને પણ ખબર છે કે- જૂના માપથી આજે કપડા ન સીવાય. આગલા વર્ષના માપથી આજે કપડા ન સીવાય. તો પછી આપણી પાસે પણ આ સમજણ તો હોવી જ જોઈએ કે, કોઈ વ્યક્તિએ 6 મહિના પહેલા નબળો વ્યવહાર કર્યો હોય કે કોઈકની સાથે તેનો દુર્વ્યવહાર આપણે જોયો હોય પછી જ્યારે ફરી મળે ત્યારે તેના પ્રત્યે પૂર્વગ્રહ બાંધી દુર્વ્યવહાર ન જ કરાય. “આ લુચ્ચો છે, છેતરનાર છે, ગુસ્સાખોર છે..” આવો પૂર્વગ્રહ બંધાઈ જાય એટલે પોતાની સાથે એ સારો વ્યવહાર કરે તો પણ તે સારો લાગતો નથી. સામેવાળાની દરેક પ્રવૃત્તિને, મનમાં નક્કી કરેલા તેના પ્રત્યેના પૂર્વગ્રહોના આધારે જ આપણે મૂલવીએ છીએ. માની લઈએ કે કદાચ 6 મહિના પહેલા તેનામાં તેવા દોષ હતા. પણ શું 6 મહિનાની અંદર કશું બદલાઈ ન શકે ? તેના ભાવ પલટાઈ ન શકે ? અને બીજા સાથે તેનો ઋણાનુબંધ ન હોવાથી તેણે સારો વ્યવહાર ન કર્યો હોય. પણ પછી આપણી સાથે વ્યવહાર કરવા આવે ત્યારે પણ તે તેવા પ્રકારના દુષ્ટ આશયથી જ વ્યવહાર કરતો હશે તેવું માનવામાં કારણ શું ? પ્રમાણ શું ? “દરેક સાથે જ્યારે નવી મુલાકાત થાય ત્યારે તેની કોઈ જૂની ગલત ઈઝેશન મગજમાં નથી જ રાખવી' - આવો સંકલ્પ કરવો જરૂરી છે. બાકી આપણા હાથે તેને અન્યાય થઈ જશે. નાના બાળકો પણ સમજે છે કે “નવી ગિલ્લી, નવો દાવ.” તો પછી આપણે શા માટે જૂના વિચારો અને પૂર્વગ્રહોના આધારે જ વર્તમાનની તેની પ્રવૃત્તિને મૂલવવી ? 134