________________ પણ ક્ષમાને સાચવવાની નથી. ક્ષમાની ખરેખરી કિંમત જો સમજાશે તો અવશ્ય ક્ષમાની તાકાત ઉપર વિશ્વાસ પ્રગટશે. અને તો જ ગુસ્સાની તાકાત ઉપરથી વિશ્વાસ ઉતરશે. ક્રોધ અધ્યાત્મજગતમાં પાયમાલી નોતરનાર છે. ક્રોધના પનારે પડનાર અધ્યાત્મજગતમાં નીચે ગગડ્યા વિના રહેતો નથી. અધ્યાત્મજગતમાં ઉચ્ચકોટિનું સ્થાન બક્ષનાર તો ક્ષમા છે. એની તાકાત એ એની જ છે. અંગારો ગમે તેટલો ય ભડભડતો હોય, પણ નદીની સામે એ વામણો છે. ક્ષમા નદી જેવી છે, ક્રોધ અંગારા જેવો છે. જો અંતરમાં એક વાર ક્ષમાની નદી વહેવા માંડશે, પછી ક્રોધના ગમે તેવા ય અંગારાઓને એ ઠારી દેશે. ક્ષમાની નદી ત્યારે વહેશે કે જ્યારે બીજાને ઉઘાડા પાડવાની, બીજાના દોષોને ઉઘાડવાની તક તમે જતી કરતા શીખશો. સામેવાળાનો દોષ ઉઘાડવાની તક મળી નથી કે તમે તેને ઝડપી નથી. તમે જેટલા સામેવાળાના દોષો ઉઘાડા પાડશો, તેટલો જ તે તે દોષ પ્રત્યે તે નિષ્ફર બનશે. પરિણામે તમે સુધરવાની તક તેના હાથમાંથી ઝૂંટવી લો છો. જો દોષો ઉઘાડા પાડ્યા ન હોત તો કદાચ એ સુધરી શકત. પણ જ્યારે તમે કોઈના દોષોને ઉઘાડા પાડો છો ત્યારે તેની સુધરવાની ઈચ્છા પણ નષ્ટ થઈ જાય છે. અને તેમાં નિમિત્ત બનવાનું દુર્ભાગ્ય તમારા લલાટે લખાઈ જાય છે. બંધક મુનિ હોય કે ચિલાતીપુત્ર મુનિ હોય, અવંતિસુકુમાલ મુનિ હોય કે ગજસુકુમાલ મુનિ હોય, અર્ણિકાપુત્ર આચાર્ય હોય કે ધર્મરુચિ અણગાર હોય, દરેક મહાત્માઓએ મરણાંત કષ્ટ વચ્ચે પણ અંતરમાં ક્ષમાની નદીને વહેતી રાખી પોતાનું કામ સાધી લીધું. અપમાનના પ્રસંગોમાં પણ અંતરમાં સહનશીલતાનું ઝરણું વહાવી મોક્ષ મેળવી લીધો. મેતારક મુનિએ ક્ષમાં રાખી તો સોનીને પણ મોક્ષ ભેટમાં આપ્યો. સોનીને પણ સુધરવાની તક મળી. ઋષિહત્યા કરનાર માટે શાસ્ત્રકારોએ અનંત સંસાર બતાવ્યો હોવા છતાં મેતારજ મુનિની અવ્વલ 253