________________ -ગરમ કરી દે, યાદશક્તિને માઠી અસર પહોંચાડે. બી.પી. જેવા - કેટકેટલાંય રોગોને પણ આમંત્રી લાવે ! મતલબ સાફ છે - કોઈ પણ ઘટનાને ભારેખમ રીતે લેવામાં શારીરિક નુકસાન ચોક્કસ છે. જ્યારે તે ઘટનાને હળવાશથી લેવામાં કોઈ જ નુકસાન નથી. છતાં તમારી પસંદગી શેના ઉપર ? તમારા અત્યંત પ્રિયપાત્ર એવા શરીરની નુકસાનીને ધ્યાનમાં લેતા પણ આ ટેક ઈટ ઈઝીલી પોલિસી અપનાવવી જ રહી. જમાઈ ઘરે આવ્યા હતા. જમવાની થોડી વાર હતી. બહાર ખાટલો ઢાળી સસરા જોડે અલકમલકની વાતો કરતા બેઠા. જમાઈએ સ્વાભાવિક ઢબે જ પ્રશ્ન પૂછ્યો - તમારું સીમમાં જે ખેતર છે ત્યાંથી જ આજે આવવાનું થયું. સારો પાક ઉતર્યો છે. એ અહીંથી કેટલું દૂર થાય " સસરાએ જવાબ આપ્યો - “અરે જમાઈરાજ ! રોજ ત્યાં સુધી ટાંટિયાતોડ કરી કરીને આજે તો હું વાજ આવી ગયો છું. પૂરું 5 કિલોમીટર દૂર હશે.' જમાઈરાજ બોલ્યા - “ના, ના એટલું દૂર ક્યાં હતું ? 3 કિલોમીટરથી વધારે ન હોય. હું ત્યાંથી જ આવ્યો છું.” સસરાને લાગ્યું કે “જમાઈને મારી વાત ઉપર વિશ્વાસ નથી. હું ખોટે ખોટી વાત વધારીને બોલું છું - એવું જમાઈરાજને લાગે છે.' એટલે સસરાએ તરત પ્રતિવાદ કર્યો - “અરે ભાઈ ! આજ 50 વર્ષ થયા. રોજેરોજ હેંડીને જવું છું ને આવું છું. મારા માપમાં ભૂલ ન હોય. પાકા 5 કિલોમીટર છે.” જમાઈને થયું આ તો મારા સસરા મારું ખાંડે છે. જાણે હું તો આજનો ઉગતો જુવાનીયો છું. મને કશું સમજાતું જ નથી - એમ સમજતા લાગે છે. માટે જમાઈએ પણ વળતો ઘા કર્યો - “અરે ! એ તો કદાચ તમારી ઉંમર થઈ. માટે લાગતું હશે. બાકી ૩થી વધારે ન હોય. ઉંમર થાય, પછી થાક બહુ લાગે, એટલે લાગે કે બહુ લાંબું છે. પણ એટલું લાંબુ હોય જ નહીં.” સસરા સમસમી ગયા. તેમણે પણ ઘા કર્યો - તમે બધાં આજ કાલ ના છોકરડા. તમને શો અનુભવ હોય ? અમારી ઉંમર જેમ વધી છે તેમ અમારા અનુભવો પણ વધ્યા છે. માટે, 5 કિલોમીટર તો પાકા 151