________________ જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઈન્કાર કરવો, તેમાં આર્તધ્યાન કરવું, દુઃખી થવું - જઘન્ય ભૂમિકા. પરિણામ - દુર્ગતિ. પ્રતિકૂળ પરિસ્થિતિનો સ્વીકાર કરવો, તે આવી પડે તો નભાવી લેવી - મધ્યમ ભૂમિકા. પરિણામ - સદ્ગતિ. જ પ્રતિકૂળ પરિસ્થિતિનો સત્કાર કરવો, સામે ચાલીને પ્રતિકૂળ પરિસ્થિતિને સ્વીકારવી - ઉત્તમ ભૂમિકા. પરિણામ - પરમગતિ. (= મોક્ષ) જઘન્ય ભૂમિકામાં રહેલ જીવ - દુઃખી હોય છે. મધ્યમ ભૂમિકામાં રહેલ જીવ - સુખી હોય છે. ઉત્તમ ભૂમિકામાં રહેલ જીવ - મહાસુખી હોય છે. અનાર્ય દેશમાં સામે ચાલીને જવા દ્વારા પ્રભુએ પ્રતિકૂળ સંયોગોનો સત્કાર કર્યો છે. આવી કક્ષાની વ્યક્તિને પરમાર્થથી દુનિયાની કોઈ પણ વ્યક્તિ દુઃખ પહોંચાડી શકે નહીં, તેના આત્મવિકાસને રૂંધી શકે નહીં. ટૂંકમાં, આ પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - દરેક પરિસ્થિતિ કેવલીએ જોયું છે તે રીતે જ આવે છે અને તે રીતે જ તે જવાની છે. આ રીતે જ મોક્ષમાર્ગે મારો તાત્ત્વિક વિકાસ થવાનો છે. તો પછી તેમાં હાયવોય શા માટે ? સમતા-સમાધિ ન ટકે ત્યારે યોગ્ય પુરુષાર્થ ચોક્કસ કરવો. પણ પુરુષાર્થ નિષ્ફળ થાય ત્યારે હાયવોય બિલકુલ નહીં ! આખરે જે પણ થાય છે તે મારા સારા માટે જ છે !' આ સંદેશાને અપનાવી જલદી ક્રોધને કાબૂમાં લઈ લઈએ. 301