________________ “તો પછી તું આટલો ફટાફટ કેવી રીતે આવી ગયો ? શું લાઈન નો'તી ?" ના પપ્પા ! લાઈન તો ઘણી લાંબી હતી. કદાચ પોણો કલાક સુધી હું પાછો ન આવી શક્યો હોત !' “તો પછી ?" મેં ટ્રીક કરી. સીધો મોહનભાઈની પાસે ગયો અને કીધું. મોહનભાઈ ! આ લો રૂા.૫૦૦ ની નવી નકોર કડકડતી નોટ. અને આપો મને ર૫૦ ગ્રામ ભીંડા !" મોહનભાઈએ બધાને ઓવરટેક કરી સૌથી પહેલા મને ભીંડા આપી દીધા.” બાપની હાલત તો જોવા જેવી થઈ જાય. તમે આ દીકરાને શું કહો ? એ જ ને કે “અલ્યા મૂરખના સરદાર ! 250 ગ્રામ ભીંડા માટે રૂા.૫૦૦ અપાતા હશે ?" જ્ઞાની ભગવંતો આપણને આ જ કહી રહ્યા છે કે - કોઈની પાસે આપણી વાત મનાવવા માટે ક્રોધના શેર ન ખરીદાય. લાખો-અબજો ડોલરથી પણ વધુ મોંધું પુણ્ય આપીને જ તમે ક્રોધના શેર ખરીદી શકો છો. એના કરતાં ધર્મમહાસત્તાના શરણે જાઓ. થોડી વાર કદાચ લાગે. કિંતુ પુણ્ય ચોક્કસ વધશે અને બધાં તમારી વાત માનતા થઈ જશે.” પણ, આપણને તો શોર્ટકટ ગમે છે. પછી ભલેને એ ભારે પડે. સાવચેત થઈ જાઓ. મોહરાજાની આ ભારે ચાલબાજી છે. એ તમને લૂંટી નાંખશે. તમને ખબર પણ નહીં પડે. યાદ રાખજો ! આ મોહરાજાની કંપની ક્યારેય પણ પોતાના શેરહોલ્ડરોને વફાદાર રહેતી નથી. સુભૂમ ચક્રવર્તીને ૭મી નરકમાં નાખી દેવાનું કામ આ મોહરાજાએ જ કર્યું છે. માટે જો શેરબજારમાં તમે જે ન્યાય લાગુ પાડો છો તે ક્રોધને અટકાવવામાં લાગુ પાડો તો ક્રોધના શેર ખરીદવાની મૂર્ખામી કદી કરી શકો નહીં. માટે, જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે વંચાઈ શકે તે રીતે આ વાક્ય મગજમાં લખી નાંખો કે - 34