________________ આટ-આટલી પોલિસી દ્વારા ગુસ્સો સદંતર અટકાવી દેવાની વાત કરી. દરેક પોલિસી ગુસ્સાને આવતો અટકાવવાના રસ્તા જણાવે છે. આ ડ્રોબેક' પોલિસી ઘણો પ્રયત્ન કરવા છતાં જ્યારે ગુસ્સો થઈ જ જાય ત્યારે કામમાં આવે છે. ફરી વાર ગુસ્સો ન પ્રગટે તે માટે, ગુસ્સાનો અનુબંધ ન પડે તે માટે આ પોલિસી અત્યંત ઉપયોગી છે. ડ્રોબેક એટલે ખામી. ગુસ્સો કરતાં પહેલા, કરતી વખતે અને કર્યા બાદ “ગુસ્સો કરવો એ મારી ખામી છે, મારી ભૂલ છે, મારી નબળી કડી છે' - આવો સ્પષ્ટ એકરાર, હૃદયપૂર્વકનો એકરાર અંતરમાં હોવો જરૂરી છે. મનમાં આ સમજણ તો સ્પષ્ટ હોવી જ જોઈએ કે “ગમે તેટલી તકલીફોની ઝડી મારા ઉપર વરસે છતાં મને ગુસ્સો કરવાનો કોઈ અધિકાર નથી. મારા કરતા કંઈ ગણી વધુ આપત્તિઓની વર્ષા પૂર્વેના મહાપુરુષો ઉપર વરસી છે. છતાં કોઈએ ગુસ્સાને યોગ્ય નથી ગણ્યો તો આટલી નાનકડી આપત્તિમાં ગુસ્સો કરવાનો અધિકાર મને શી રીતે મળી જાય ? આ જે ગુસ્સો હું કરી રહ્યો છું કે મેં કર્યો છે તે મારી જ ખામી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ઉપર જે ઉપસર્ગોની ઝડી વરસી છે, તેની સામે મારી ઉપર વરસતી આપત્તિ 377