________________ મને ચોખે ચોખ્ખું કહી દીધું કે “થાય તે કરી લેજે. મારે રૂપિયા નથી આપવા' - ત્યારથી આ વિચારમાં લાગ્યો છું. ધર્માદા ખાતામાં જો મારા 18,000/- રૂપિયા ખર્ચાશે તો હું કુદરતનો લેણદાર બનીશ. કુદરતે અવશ્ય સાટું વાળવું પડશે. આખી રાત આ વિચાર કરી સવારે આપની પાસે આવ્યો છું. તો આપ મને કોઈ સારું સ્થાન દર્શાવો કે જ્યાં મારી સંપત્તિનો હું સવ્યય કરી શકું” જ્યારે આ ભાગ્યશાળીના મોઢેથી આ હદની હકારાત્મક વિચારસરણી મેં જાણી ત્યારે મારી આંખમાં પણ ઝળઝળિયા આવી ગયા. કર્મસત્તાની લાચારીથી ઘણું ગુમાવ્યું. હવે ખુમારીથી છોડવું છે.. દીકરી ભાગીને કોઈની સાથે લગ્ન કરી લે તેના કરતાં જેમ તેને માનભેર વિદાય આપવામાં જ શ્રેય તમે માનો છો તો લક્ષ્મી કર્મસત્તા આંચકી જાય તેના કરતાં તેને માનભેર વિદાય આપવામાં રસ કેટલો ? જ્યારે કર્મસત્તા તમારી પાસેથી લક્ષ્મી આંચકી લે ત્યારે પોઝિટીવ એગલ અપનાવવાનું યાદ કેટલું આવે ? જામનગરના હાલારવાળા પ્રેમચંદભાઈએ રૂા. 65 લાખ બિઝનેસમાં ગુમાવ્યા. સામેની પાર્ટી છ મહિનાની જગ્યાએ 3 વર્ષ થવા છતાં રકમ આપવા તૈયાર નથી અને હવે આપે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. હાલારના મૂળવતની પ્રેમચંદભાઈ સમજી ગયા કે કર્મસત્તાએ મારી પાસે 65 લાખ આંચક્યા છે. છતાં તેમણે હકારાત્મક વિચાર કરી હાયવોય કરવાનું ટાળ્યું. તે જ અરસામાં હાલારના અને પ્રેમચંદભાઈના ઉપકારી પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી હેમપ્રભવિજયજી મહારાજની આચાર્યપદવીનો પ્રસંગ આવ્યો. મહોત્સવ ઠાઠ-માઠથી ઉજવવાનો હતો. તે માટે હાલારના બધાં અગ્રણીઓ ભેગા થયા. ફંડ એકઠું કરવાનું હતું. 65 લાખ રૂપિયા પોતાના ડૂબેલા હોવા છતાં પ્રેમચંદભાઈએ સામે ચાલીને સારા આંકડાથી શરૂઆત કરી. ફંડ સારું એકઠું થઈ ગયું. મહોત્સવ પણ રંગેચંગે પાર પડ્યો. જેમાં મુખ્ય ભાગ ભજવી ગઈ - પ્રેમચંદભાઈની હકારાત્મક વિચારસરણી ! “જો 65 ના 70 લાખ જાત તો ય મારે ગુમાવવાના જ હતા. તો 173