________________ ત્યાર બાદ આખા દિવસની ધાંધલ-ધમાલ શમી ગઈ હોય, તમે સાવ જ “ફ્રી” હો, મનમાં સંલેશ શાંત થઈ ચૂક્યો હોય, મન પ્રસન્ન હોય તેવા સમયે આ ડાયરીને જો જો. જેટલા પણ કાળા ટપકાં દેખવામાં આવે છે, તે ફક્ત ડાયરીમાં નથી પડ્યા. પણ તમારા જીવનમાં, તમારા આત્મામાં પડી ગયા છે. જેટલો પણ ક્રોધ તમે કરો છો તે દરેકે દરેકનું એક કાળું ધાબું આત્મા ઉપર લાગી જાય છે. આત્મા તો એકદમ ઉજવળ છે. પણ, અનાદિ કાળની આપણી અવળચંડાઈ વગેરેને કારણે ક્રોધાદિ દોષોના પનારે પડી-પડીને આત્માને આપણે કાળોમેશ કરી મૂક્યો છે. હજુ પણ જેટલો ક્રોધ કરી રહ્યા છો તે દરેકે દરેકનું કાળું ધાબું આત્મા ઉપર પડી રહ્યું છે. જેમ કાળું ધાબું ચંદ્ર માટે કલંકરૂપ છે, ડાયરી માટે અશોભાસ્પદ છે તેમ આ ક્રોધનો કાળો ડાઘ આત્મા માટે કલંકરૂપ છે, અશોભાસ્પદ છે. આ પ્રકારે ઉત્તમ રીતે વિચારણા કરી કરી આત્માને ક્રોધથી દૂર-દૂર કરતા રહેવું. સૂતા પહેલાં તો જોઈ લેવું કે આજે કેટલા ડાઘ પડ્યા ? આવતીકાલે આનાથી તો ઓછા જ ડાઘ હોવા જોઈએ. આનાથી એક પણ ડાઘ વધવો ન જોઈએ. આવો જોરદાર સંકલ્પ હશે તો અવશ્ય ડાઘા ઘટતા જશે. અને છેલ્લે ડાયરીના પાના સફેદ-ઉજ્વળ જ રહેશે. રોજે રોજ જે તે સમયના જેટલા ડાઘ જોવામાં આવે તે દરેકે દરેક ડાઘ પ્રમાણે, ફુરસદના સમયે, શાંતિથી તે દરેકે દરેક ગુસ્સાને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમે જે કોઈ વ્યક્તિ ઉપર જે જે પરિસ્થિતિમાં જ્યારે ગુસ્સો કરેલ તે સર્વને નજર સમક્ષ લાવો. પછી શાંત ચિત્તે મધ્યસ્થતાથી વિચારો કે “શું તમારે ત્યારે આવો ગુસ્સો કરવાની જરૂરત હતી ખરી ? તમે ગુસ્સો કર્યો તે વ્યાજબી હતો ? સામેવાળાની ભૂલ હતી માટે જ તમે ગુસ્સો કર્યો કે તમારો મૂડ’ ન હતો માટે ગુસ્સો કર્યો ? સામેવાળાની જેટલી ભૂલ હતી, તેટલા પ્રમાણમાં જ ગુસ્સો કર્યો કે તેનાથી ઘણો વધારે ? શું તમારે આટલા આકરા શબ્દો બોલવાની જરૂરત હતી ખરી ? કદાચ તમે થોડા સારા શબ્દો કીધા હોત તો શું 231