________________ આ જ રીતે માણસને પોતાનું શરીર બગડે એ પણ ગમતું નથી. શરીરને પણ એ બધી રીતે જાળવવાનો પ્રયાસ કરશે. કારણ કે શરીર ઉપર પ્રેમ છે, તે અત્યંત કિંમતી લાગે છે. 5 ) દુઃખ એટલું જ છે કે કપડા, મકાન અને શરીર જેટલા ગમે છે તેટલો હજુ આત્મા ગમતો નથી. યાદ રાખો - આત્મા એ તો તમારું પ્રેશ્યસ વેલ્થ છે. મતલબ કે સરસ મજાનો ખજાનો છે. અત્યંત ભારે કિંમતી ખજાનો છે. ક્રોધ કરવા દ્વારા તમે એ ખજાનાને લૂંટાવો છો, બગાડો છો, હાનિ પહોંચાડો છો. અનેક સદ્ગણરત્નોથી ભરેલો એ આત્મા રૂપી ખજાનો ક્રોધના પાપે ખૂબ જ હાનિ પામે છે. જો કપડા, મકાન અને શરીર એ બગડી જાય તે ન ચાલે તો ક્રોધ કરવા દ્વારા આત્મા બગડી જાય એ શું ચાલે ? પણ હજુ આત્મા ઉપર જોઈએ તેવો પ્રેમ પ્રગટ્યો નથી. આત્મા સાચવવા જેવો લાગ્યો નથી. માટે જ તેના પ્રત્યે બેદરકારી છે. આત્મા કિંમતી ખજાનો છે. એને જીવની જેમ સાચવવો જોઈએ. “એક પણ સદ્ગુણરત્ન મારે ગુમાવવું નથી. ક્રોધ તો મારા આખે આખા ખજાનાને નષ્ટ કરનાર છે. તો શું એને માટે આમંત્રણ આપીને બોલાવાય? આવી વ્યક્તિને શું મારે આશરો અપાય ? જો મારા નવા કપડાને કાદવથી રગદોળી નાંખનાર તોફાની બાળકની બાજુમાં જવાનું હું ટાળું જ છું, જો મારા ઘરને અસ્તવ્યસ્ત કરી નાખનાર, બગાડી નાખનાર વ્યક્તિને હું જાકારો જ આપું છું, જો મારા શરીરને નુકસાન કરનાર તત્ત્વને દૂરથી સલામ કરવામાં જ મારું શ્રેય સમજું છું, તો કિંમતી ખજાના જેવા મારા આત્માને ખરડી નાંખનાર, બગાડી નાંખનાર, તેને નુકસાન પહોંચાડનાર ક્રોધના સાન્નિધ્યમાં રહેવાનું હું શા માટે પસંદ કરું છું ? શા માટે હું ક્રોધને જ આવકારું છું ? શા માટે ક્રોધને