________________ પ્રઝન 2 (6) પેલા ભાઈની મુરાદ આ જવાબથી બર ન આવી. માટે, થોડું વધારે | છંછેડવા માટે પૂછ્યું - પણ, લગ્ન કરીને આપને કોઈ તકલીફ જ નથી પડી ? કદાચ મને પણ તમારા જેવી પત્ની મળે તો ?' " તો શું વાંધો છે ? જગતને બીજા સોક્રેટીસની ભેટ મળશે? - એકદમ હળવાશથી આખા પ્રસંગને સોક્રેટીસે સંકેલી લીધો. પેલા ભાઈ તો શું બોલે ? હળવા શબ્દો જેટલા બોલતા આવડે, તેટલું વાતાવરણ હળવું રહે. બાકી તમારા શબ્દો કેટલીક વખત એવા હોય કે સામેવાળાની હાલત બગડી જાય. એક ભાઈ બીમાર પડેલા. એમનો મિત્ર મળવા આવ્યો. પૂછ્યું - કેમ શું તકલીફ થઈ ગઈ ?' ડોક્ટરે કીધું કે કમળો થઈ ગયો છે.' શું વાત છે? કમળો થઈ ગયો ! બાપ રે બાપ ! મારા એક કઝીનને પણ કમળો થઈ ગયો હતો. ૧૮મા દિવસે કમળામાંથી એને કમળી થઈ ગઈ. બસ ! પછી બે દિવસમાં પરલોકે ચાલ્યો ગયો. તમને કમળો થયે કેટલા દિવસ થયા ?' આવનાર વ્યક્તિએ પુરાણ માંડ્યું. રોગીએ ડઘાઈને જવાબ આપ્યો - “આઠ !' લ્યો, હવે 12 દિવસ બાકી છે !' આવા શબ્દો આગ ન પેટાવે તો કરે શું ? જેમ સામેવાળાના ભારેખમ શબ્દોને હળવાશથી લેવાનું આ પોલિસી જણાવે છે તેમ શબ્દો પણ ભારેખમ બોલવાના બદલે હળવા અને હમદર્દીભર્યા બોલવાનું આ પોલિસી શીખવાડે છે. એટલે જ આ પોલિસી અપનાવનાર પોતાની જાતને પણ દુઃખથી છૂટી રાખી શકે છે અને બીજાને પણ દુઃખથી મુક્ત કરાવે છે. માનવીના મનની એક નબળી કડી છે કે તે નબળા સમાચારની અસર બહુ ઝડપથી સ્વીકારે છે. એટલે જ નબળા પ્રસંગો સાંભળવા મળે કે તેની અસર બહુ ઝડપથી લઈ લે છે. પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે કે - “મને રસ શેમાં છે? નબળા પ્રસંગો સાંભળવામાં અને બોલવામાં કે સારા પ્રસંગો બોલવામાં અને સાંભળવામાં ?" સારું 155