________________ જરૂર છે. અનાદિ કાળથી બહાર તરફનું મેગ્નેટ એટલું પાવરફુલ છે કે બીજાનો એક પણ દોષ તમારી નજરમાંથી બહાર નીકળતો નથી. હવે એ જ મેગ્નેટ અંદરમાં ફેરવવાની જરૂરત છે. જેથી તમારો એક પણ દોષ તમારી નજરની બહાર ન રહે. બાકી પેલા ઊંટ જેવી હાલત તમારી થઈ જશે. સ્કુલમાં એક વાર્તા ભણાવવામાં આવતી કે એક ઊંટ, પ્રાણીઓની અવર-જવરના રસ્તે અડ્ડો જમાવીને બેસી જતો. પછી એ રસ્તે જે પણ પ્રાણી પસાર થાય એની કાંઈ ને કાંઈ ખોડખાંપણ બતાવ્યું જ રાખે. કૂતરાની પૂંછડી વાંકી, હાથીની સૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, પોપટની ચાંચ વાંકી, સિંહની કેશવાળી વાંકી, ભેંસના શીંગડા વાંકા.. બધાં જ પ્રાણીઓ એનાથી કંટાળી ગયા. છેલ્લે શિયાળે તો ઊંટને સંભળાવી જ દીધું કે - “ભાઈ સા'બ ! અમારાં બધાનાં તો એકએક અંગ વાંકા છે, જ્યારે તારા તો અઢારે અંગ વાંકા છે.” ઊંટ બિચારું વિલખું પડી ગયું. હવે નક્કી કરો કે - “મારે મારા દોષો પ્રત્યે લાલ આંખ રાખવી છે.” અત્યાર સુધી સ્વદોષ પ્રત્યે મીઠી નજર રાખીને દોષોને તગડાં જ કરવાનું કામ કરેલ છે. સ્વદોષોનો બચાવ જ કરેલ છે. પોતાની ભૂલને વ્યાજબી જ ઠેરવવાનો પ્રયત્ન કરેલ છે. દીકરા ઉપર કોઈ વાંક-ગુના વિના ક્રોધ કરી દીધા પછી પણ પશ્ચાત્તાપ હોતો નથી. પણ બચાવ જ હોય છે કે - જો દીકરાને દાબમાં ન રાખીએ તો દીકરો વંઠેલ થઈ જાય. સંતાનઘડતર એવું નામ આપીને સ્વક્રોધનો તમે બચાવ કર્યો છે. સ્વમાનના નામે તમારા અભિમાનનો પણ સ્વબચાવ કર્યો છે. કરકસર એવું નામ આપીને તમે લોભનો પણ બચાવ જ કરેલ છે. એક ભાઈએ ઉદાર દિલથી સંઘ કાઢ્યો. સંઘમાળ વખતે બધાએ સંઘની ખૂબ-ખૂબ અનુમોદના કરી. સંઘમાં નિશ્રા આપનાર મહારાજ સાહેબ આ ભાઈની એક નબળી કડીના જાણકાર હતા. તેમને એ નબળી 263