________________ સમજો. હા ! કદાચ વધારે હોય. બાકી 5 કિલોમીટરમાં એક ડગલું ઓછું ન હોય. પાછો જમાઈએ સણસણતો જવાબ વાળ્યો.... અને સસરો જમાઈ મચી પડ્યા. કેટલી નાની વાત ? અને ક્યાં પહોંચી ગઈ ? બન્નેમાંથી એકે પણ જો સામેવાળાની વાતને હળવાશથી લીધી હોત તો આ પરિસ્થિતિ ન જ સર્જાત. વાત બોલાચાલીમાંથી અપશબ્દો સુધી પહોંચી. હવે બસ, ક્યારે મારામારી ઉપર વાત પહોંચે તેની જ રાહ જોવાતી હતી. આ તો વચ્ચે દીકરી આવી. અને આખી વાતને હળવાશથી લઈ પૂરી કરી દીધી. જમાઈ અને સસરો - બન્ને શાંત થઈ ગયા. વાત થાળે પડી. માણસ કોઈ પણ ઘટનામાં - પરિસ્થિતિમાં એટલો ગળાડૂબ થઈ જાય છે કે પછી તે ઘટનાને હળવાશથી લેવાની સૂઝ-બૂઝ જ તેની પાસે રહેતી નથી. અને આખા વાતાવરણને કોમી રમખાણ જેવું બનાવી દે છે. રજનું ગજ થઈ જાય છે. સામાન્ય પ્રસંગ પણ વિકરાળ થઈ જાય અને એનું એવું ગમખ્વાર પરિણામ આવે કે કદાચ આખી જીંદગી રડવાના દિવસો આવે. આ પરિસ્થિતિ ટાળવા માટે બે વાતને અમલમાં મૂકી દેવા જેવી છે - (1) કદાપિ ભારે-ભરખમ શબ્દો બોલવા નહીં. ભારેખમ શબ્દો ભારેલા અગ્નિ જેવું વાતાવરણ સર્યા વિના રહેતા નથી. (2) સામેવાળી વ્યક્તિ ભારેખમ શબ્દોનો પ્રયોગ કરતી હોય તો તેને એકદમ હળવાશથી લેવો. મગજમાં તેને ભાર આપી ગુસ્સાને વશ ન થવું. બસ ! જો આ બે વાતને પણ અમલમાં લાવી શક્યા તો આ ‘ટેક ઈટ ઈઝિલી' પોલિસીના આધારે તાત્કાલિક ગુસ્સા ઉપર કાબૂ મેળવી શકાશે. આખરે ગમખ્વાર ગુસ્સાને તો રુખસદ મળીને જ રહેશે. ઘણાં પ્રસંગો એવા હોય છે કે જેને હળવાશથી લેવામાં આવે તો સ્વર્ગનું સર્જન થઈ જાય. પણ, ભારેખમ શબ્દોથી, ભારેખમ વિચારોથી તેને વધાવવા જતા નરકનું સાક્ષાત્ દર્શન કરાવી આપે છે. દુકાનમાં રોજ 50 ઘરાક આવતા હતા. હવે, 150 ઘરાક આવવા લાગે તો રાજી કે નારાજ ? રાજી જ ને ! પણ, ધારો કે તમારી બાજુવાળાની જ દુકાનમાં રોજના 50 ઘરાક આવતા હતા અને હવે 500 આવવા 152