________________ જમવાનો સમય થઈ ગયો હોવા છતાં થોડું કામ વધારે કરાવી લઉં' - આવા આશયથી બળદ પાસે વધારે કામ કરાવ્યું. જમવાનું આપ્યું ખરું પણ મોડું કર્યું. એ ખેડૂત અહીં થાપ ખાઈ ગયો. ભૌતિક બી વાવવામાં ક્યારે ય થાપ ન ખાનાર એ ખેડૂત આધ્યાત્મિક બીજની વાવણીમાં થાપ ખાઈ ગયો. થોડાક વધુ અનાજની લાલચને કારણે બળદ ઉપર અત્યાચાર કરી બેઠો. અને એ બીજમાંથી જ્યારે વટવૃક્ષ પેદા થયું ત્યારે એ ખેડૂતને આંખે અંધારા આવી ગયા. ખેડૂતમાંથી રાજકુમાર થયો. અરે ! ખુદ નેમિનાથ તીર્થકર ભગવાનના શિષ્ય બનવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત થયું. કૃષ્ણ વાસુદેવ પિતા તરીકે મળ્યા, મોક્ષ આડે થોડાક મહિનાઓનું અંતર છે ત્યારે પણ એના કટુ ફલ મુનિને ચાખવા પડ્યા. કૃષ્ણ વાસુદેવના પનોતા પુત્ર એવા ઢંઢણ મુનિને આખી દ્વારિકા નગરીમાંથી નિર્દોષ ગોચરી ન મળી. બાકી બધાં સાધુ ભગવંતોને જે નગરીમાંથી ભરપૂર નિર્દોષ ગોચરી મળી રહે છે તે નગરીમાં, રાજકુમાર હોવા છતાં હવે એક દાણો પણ નિર્દોષ ગોચરીનો મળતો નથી. કેવો ભયંકર પરિપાક ! આવું એકાદ દિવસ નહીં પણ છ-છ મહિના સુધી ! કેવી હદનો લાભાંતરાયનો ઉદય ! પાછું કર્મ પણ એવું હઠીલું બાંધ્યું કે કંજૂસના ઘરેથી પણ ઈચ્છિત ગોચરી વહોરી લાવનારા લબ્ધિધારી મહાત્માઓ જો ઢંઢણ મુનિની સાથે ગોચરી જાય તો તેમને પણ ગોચરી મળે નહીં ! આવી ભયંકર દુર્દશા થઈ, જ્યારે એ વાવેલાં બી ઊગી નીકળ્યા. માટે, આટલું યાદ રાખી લો - (1) સામે વાળો મારી સાથે અન્યાય-વિશ્વાસઘાત કે દુર્વ્યવહાર કરે છે, તે મેં જ વાવેલા બીજમાંથી ઊગી નીકળેલું વૃક્ષ છે. તેના માટે અપરાધી હું છું, સામેવાળો હરગીઝ નહીં. જો એના ઉપર મને ગુસ્સો આવતો હોય તો હું મૂર્ખ છું. આ મૂર્ખામી જિનશાસનને પામ્યા પછી મને ન શોભે. (2) અત્યારે પણ બી વાવવા મારા હાથમાં છે. આ ભવમાં મારે બી વાવવામાં થાપ નથી ખાવી. ક્ષમા, નમ્રતા, સરળતાના એવા 45