________________ અંતિમ સમયે કોઈની પણ સાથે માણસ બગાડતો નથી. કારણ કે સમજે છે - “હવે ઘડી-બેઘડીનો મહેમાન છું. તો પછી શા માટે કોઈની સાથે મારે બગાડવું ?' આ જ સમજણ જીવનની પ્રત્યેક ક્ષણે અપનાવવા જેવી છે. કારણ કે દરેક દિવસ જીંદગીનો છેલ્લો દિવસ હોઈ શકે છે. માટે આજે મારી જીંદગીનો છેલ્લો દિવસ છે - એમ સમજી સહુની સાથે હસી-ખીલીને રહેવા જેવું છે. જૂના વ્યવહારોને ભૂલી જઈ આજે સહુની સાથે મારે હસવું છે, મળવું છે, આજે મારી જીંદગીનો છેલ્લો દિવસ છે - એમ સવારે ઉઠતાં જ વિચારી લો, નક્કી કરી લો. પછી લોકોની સાથે વ્યવહાર કર્યો. ઘણ ઘર્ણા ફરક પડી જશે. કોઈની પણ સાથે વ્યવહાર બગાડવાનું મન નહીં થાય. હકીકત પણ એ જ છે ને ! રાત્રે જ્યારે પણ સૂઈએ છીએ ત્યારે દરેક રાત્રે શક્યતા રહેલી જ હોય છે કે આવતી કાલ આવવાના બદલે આવતો ભવ આવી જાય. ઘણાના પ્રસંગો પણ તેવા સાંભળ્યા જ છે. છતાં જ્યારે પણ લોકોની સાથે વ્યવહાર કરવાનો પ્રસંગ આવે ત્યારે હજારો ભવ સુધી એ વ્યક્તિ તમારો પીછો ન છોડવાનો હોય તે રીતે તેની સાથે ફૂંકી-ફૂંકીને વ્યવહાર કરો છો. “આ મારું કશું બગાડી તો નહીં લે ને ?' - આ જ વૃત્તિ સામેવાળાની સાથે નિખાલસ વ્યવહાર કરતા અટકાવી દે છે. જો “આ મારી જીંદગીનો છેલ્લો દિવસ છે' - એમ ખ્યાલમાં આવે તો બાહ્ય કોઈ પણ સામગ્રીની રુચિ ન રહે, તેના નુકસાનની ચિંતા ન રહે. ગમે તે પળે મારું મોત આવી શકતું હોય ત્યારે શા માટે કોઈની પણ સાથે મારે મારો વ્યવહાર બગાડવો ?" ટેઈલર પોલિસી પણ એ જ કહે છે કે દરેકની સાથે નવા માપ પ્રમાણે જ વ્યવહાર કરો. જૂના માપથી કોઈની પણ સાથે વ્યવહાર ન કરો. જૂની જે પણ ઘટનાઓ, પ્રસંગો બની ગયા છે તેને ભૂલી જાઓ. એ નબળા પ્રસંગોની અસર નીચે રહી વર્તમાનમાં સામેવાળાના સારા વર્તાવને, સારા વ્યવહારને પણ ખરાબ માનવાની ગંભીર ભૂલ ન જ કરવી જોઈએ. હા ! સામેવાળાના સારા પ્રસંગો ચોક્કસ યાદ રાખીએ ! પણ, નબળા પ્રસંગો યાદ રાખી તેની સાથે વૈરની પરંપરા સર્જવાની ભૂલ તો ન જ કરવી જોઈએ. 136