________________ સજ્જન મિત્રોનું વર્તુળ મળશે. લોકોમાં વિશ્વાસપાત્ર થવા મળશે. લોકોમાં પ્રીતિપાત્ર પણ થવા મળશે. બાકી તડ ફડ કરનાર કદી લોકપ્રિય થઈ શકતો નથી. લોકપ્રિય થનાર કે થવા માંગનાર વ્યક્તિએ તો અપમાનના કડવા ઘૂંટડા પણ ઉતારે જ છૂટકો ! દગો કરનારને પણ પ્રેમથી ગોદ આપીને જ રહેવું જોઈએ. એમ પણ સામેવાળી વ્યક્તિ તો તમારું બગાડનાર છે જ નહીં. જો બગાડનાર કોઈ હોય તો તે કર્મ છે. તો પછી સામેવાળી વ્યક્તિ સાથે શા માટે પ્રેમાળ વ્યવહાર ન કરી લેવો ? “મને હેરાન કરનાર કર્મ સિવાય જો કોઈ છે જ નહીં તો પછી શા માટે સામેવાળી વ્યક્તિને તે પ્રત્યે જવાબદાર ગણી મારે તેને અન્યાય કરવો ?'- આ વિચારધારા જ ફ્લાવર પોલિસીની સુવાસ છે. ટૂંકમાં, ફ્લાવર પોલિસી એટલું જ કહે છે કે - જેવા સાથે તેવા, ઈંટનો જવાબ પથ્થરથી... આ બધાં સૂત્રો સંસારના છે. સંસારમાં જ રહેવા માંગતી, રખડપટ્ટી કરવા માંગતી વ્યક્તિએ તે અપનાવા જેવા છે. બાકી પોલાદનો જવાબ પણ પુષ્પથી વાળી પૂર્વપુરુષોની જેમ કેવલજ્ઞાન મેળવી લેવા જેવું છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવો હોય તો કર્મસત્તા પ્રત્યે આપવો. પણ, સામેવાળી વ્યક્તિ તો નિર્દોષ છે. તેણે આચરેલા પોલાદ જેવા કર્કશ વ્યવહારને પણ પ્રસન્નતાના પુષ્પથી વધાવવા જેવો છે. ક્ષમાના પુષ્પથી જ તેનો જવાબ વાળવા જેવો છે. એક વાર આ પુષ્પ જેવી પ્રસન્ન વિચારધારા અપનાવી જુઓ. જીવન સુગંધી બન્યા વિના નહીં રહે.” ફ્લાવર પોલિસીના આ સ્પષ્ટ અને સચોટ સંદેશને પારખી, પ્રભુ વીરે આચરેલી આ નીતિને જલદીથી અમલમાં મૂકવી જ રહી, જો ક્રોધથી ત્રસ્ત થઈ ચૂક્યા હો અથવા તો નરકનો ભય રહેલો હોય તો. 147.