________________ રોજ શ્રાવિકા દાળમાં વ્યવસ્થિત રીતે મીઠું નાખતી હતી. પણ કોઈક દિવસ ઉતાવળમાં મીઠું નાંખવાનું ભૂલાઈ ગયું, તો તે પ્રસંગને દલાલી ખાતે માંડી દેવો. અને “એ રોજ દાળમાં વ્યવસ્થિત મીઠું નાંખે છે, શાક વ્યવસ્થિત બનાવે છે...” ઈત્યાદિ સારા વ્યવહારને યાદ કરી તેના પ્રત્યેના ગુસ્સાને ઉતારી દેવો. માણસની આજુબાજુની પરિસ્થિતિ, તેવા પ્રકારના નજીકમાં જ થઈ ગયેલા પ્રસંગો... વગેરે પલટાતા જતા સંયોગો વચ્ચે દરેક વ્યક્તિ દરેક વખતે તમારી સાથે સારો જ વ્યવહાર કરે - આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. તમે પોતે પણ દરેક વ્યક્તિ સાથે દરેક સમયે સરખી રીતે જ વાત કરતા હો તેવું બિલકુલ નથી હોતું. તો પછી તમારી જેમ જ તેવા પ્રકારની ભૂલ વગેરેને વશ થઈ સામેવાળાની કોઈ ક્ષતિ થઈ હોય તો તેને દલાલી ખાતે નાંખવાની તૈયારી હોવી જોઈએ. માટે, લગભગ સારા વ્યવહાર જ કરતી વ્યક્તિ કદાચિત ખરાબ વ્યવહાર પણ કરે. કિંતુ તેને જોઈ તેના ઉપર ગુસ્સે થવાના બદલે તે વ્યવહારની દલાલી ખાતે માંડવાળ કરવી જોઈએ. જો ખરા દિલથી, પ્રબળ પુરુષાર્થથી આ કરવામાં આવશે તો અવશ્ય ગુસ્સા ઉપર કાબૂ મેળવાઈને જ રહેશે. કારણ કે વધુ પડતો ગુસ્સો તેવી વ્યક્તિ ઉપર જ ઉતરતો હોય છે કે જેની સાથે તમારા સંબંધો ઘનિષ્ઠ હોય. એ ઘનિષ્ઠ સંબંધવાળી વ્યક્તિ તમારી દુશ્મન નથી હોતી. સદા તમને સહાયક જ થતી હોય છે. પણ, કદાચિત્ કોઈ પણ કારણ સંજોગે એ તમારી સાથે અનુચિત રીતે વાતચીત કરે, વિપરીત વ્યવહાર કરે ત્યારે તેના એ દુર્વ્યવહારને ખૂબ જ ઉદારતાથી, પ્રસન્નતાપૂર્વક દલાલી ખાતે માંડી દેવો જોઈએ. એ વ્યક્તિની નાનકડી એકાદ ભૂલમાં જ તેના ઉપર તૂટી પડવાથી તો તમારા માટેની લાગણી તે ગુમાવી બેસશે. તમારી સાથેના તેમના સંબંધોમાં તિરાડ પડશે, તણાવ જન્મશે. જે અંતે તમારા સંબંધને સમાપ્ત કરીને જ રહેશે. માટે, નાની-નાની ભૂલોને ખમી શકતી ઉદારતા કેળવવી જ રહી. દરરોજ દાળમાં મીઠું વ્યવસ્થિત હોવા છતાં કદાપિ 208