________________ પ્રસંગ આવીને ઉભો રહેશે ત્યારે મનની પ્રસન્નતા ટકી શકશે. ડાયાબીટીસ, લો બી.પી., હાઈ બી.પી., કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, બ્રેઈન હેમરેજ, પેરાલિસીસ, કેન્સર.... આવા અનેક ભયાનક રોગો ચારે દિશામાં ફેલાઈ રહ્યા હોય ત્યારે શું તમને ખાતરી છે કે તમારું શરીર આમાંના કોઈ પણ રોગથી નહીં જ ઘેરાય ? ગમે તે સમયે ગમે તે રીતે ગમે તે રોગ લાગુ પડી શકે છે. આવા સમયે સમાધિ કેળવવા માટેનો સારામાં સારો રસ્તો એટલે જ આ મોર્ટગેજ = થાપણ પોલિસી. બાજુવાળાનો બંગલો લૂંટાય તેમાં તમે એટલા દુઃખી થતા નથી. કારણ કે “તે મારી માલિકીનો કયાં છે ?' આવી બેફિકરાઈ છે. પણ, આ શરીરમાં કોઈ પણ તકલીફ આવે કે તમે દુઃખી દુઃખી થઈ જાઓ છો. કારણ? તમને ભ્રમ છે કે આ શરીરનો માલિક હું છું. જો આટલી સમજણ મનમાં અનુભૂતિના સ્તરે ગોઠવાઈ જાય કે - “મને મળેલ આંખ, નાક, કાન, જીભ સહિત આખું શરીર, પુત્રાદિ પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા વગેરે બધું જ કર્મસત્તાએ મારા પુણ્યની સામે મને થાપણ રૂપે આપેલ છે. જ્યારે એને મન થશે ત્યારે એ થાપણ ઉપાડી લેશે. થાપણ એની છે.' તો એ જ્યારે એને ઉપાડી જાય ત્યારે હાયવોય કરવાની જરૂરત ન લાગે ? તમને 10,000 રૂપિયા સાચવવા આપી જનાર વ્યક્તિ પાછા રૂપિયા લઈ જાય ત્યારે તમને ખેદ શો ? એના રૂપિયા છે અને એ લઈ જાય તેમાં તમારે શું રડવાનું ? તે જ રીતે કર્મસત્તાએ આંખ, કીડની, પગ, સ્વાથ્ય વગેરે આપેલ છે. ગમે ત્યારે એને ઉપાડી જવા તે સ્વતંત્ર છે. આવા સમયે પણ તમારે સ્વસ્થતા કેળવવાની છે. કારણ કે જે તમારી છે નહીં તે વસ્તુ જેની માલિકીની છે તે માલિક જ તેને લઈ જાય તો તેમાં નારાજગી, ખેદ, અફસોસ, ઉદ્વેગ શાનો ? જો કર્મસત્તાએ આ થાપણ રૂપે શરીર આપેલ છે - એવો સ્પષ્ટ ખ્યાલ આવે તો મોત વખતે પણ ઉદ્વેગ આવી શકે નહીં. એ માણસનું તો મૃત્યુ પણ મહોત્સવ થઈ જાય. કરવો છે તમારે મૃત્યુનો મહોત્સવ ? તો પછી આ ભાવના 221