________________ તમારામાં મમત્વબુદ્ધિ પેદા કરવાનું તેના માટે શક્ય નથી. તેથી કહેવાની તમારી સામગ્રીમાં મમત્વ બુદ્ધિ કરવી કે નહીં? - તે તમારા હાથની વાત છે. જો મમત્વબુદ્ધિ રાખશો તો દુઃખી થયા વિના રહેવાના \ નથી. જો મમત્વબુદ્ધિ છોડી તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી કરી શકે તેમ નથી. જો બંગલામાં તમને “આ મારું છે' - આવા પ્રકારની મારાપણાની બુદ્ધિ ન હોય તો લેશ પણ કષાય આવી શકે તેવી શક્યતા નથી. એટલે જ જ્યારે સકલ સંસારને એક ઝાટકે છોડી નમિરાજર્ષિ પ્રવજ્યાના પંથે વળ્યા ત્યારે જે નગરીના પોતે રાજા હતા તે મિથિલા નગરીને સળગતી દેખાડી ઈન્દ્ર મહારાજા વિનંતિ કરે છે - “ઓ નમિરાજન્! જુવો, તમે જ પાળેલી, પોષેલી આ નગરી ભડકે બળે છે. તમારે દીક્ષા લેવી હોય તો જરૂર લો, પણ પહેલા તમારી આ નગરીને તો બુઝાવી દો, સળગતી અટકાવી દો.” આ સમયે લેશ પણ આવેશ નમિરાજર્ષિના મનમાં પેદા નથી થતો. કારણ કે નગરીમાં મારાપણાની બુદ્ધિ મિટાવી દીધી છે. તેના પ્રતીકરૂપે જે શબ્દો તેમના મુખમાંથી ઝર્યા તે મમતાને મારવા માટે વિષનું કામ કરી શકે તેવા છે. ઉત્તરાધ્યયન સૂત્રના નમિપ્રવજ્યા અધ્યયનમાં નોંધાયેલા છે આ શબ્દો - “મિહિલ્લા માળ ન મે ડરૂ વિU” મતલબ કે “મિથિલા બળે તેમાં મારું કશું બળતું નથી.” વારેવારે ઘૂંટવા જેવા આ શબ્દો છે. બહુ સ્પષ્ટ સમજણ નમિરાજર્ષિના દિલમાં હતી કે - “જે મારું હોય તે કદી સળગે નહીં. અને જે સળગે તે કદી મારું હોય નહીં. બહારનું કોઈ પણ પરિબળ તમને માત્ર બહારનું જ નુકસાન કરી શકે છે. તમારી આંતરિક મૂડીને વેડફવાનું, બગાડવાનું કામ તમે પોતે જ કરો છો. સાચવવા જેવું આ જગતમાં કોઈ પણ હોય તો તે કિંમતી ખજાના જેવો એકમાત્ર આત્મા છે. તે સિવાયના શરીર વગેરે કશું જ સાચવવા જેવું નથી. તો પછી શા માટે ક્રોધ કરીને આ કિંમતી ખજાનાને લૂંટાવી દો છો ? સંપત્તિ એ તમારો વૈભવ નથી. પણ સદ્ગણ એ જ તમારો વૈભવ છે. જેટલો ક્ષમા વગેરે સદ્ગણોનો 88