________________ તો કેવલ ગંભીર શાંતિ જ હોય. માછલીની આ ખાસિયત એટલું તો ચોક્કસ જણાવી જાય છે કે - જો તોફાનથી બચવું હોય તો અતલ ઊંડાણનો આશરો લીધા વિના ચાલશે નહીં. મતલબ સાફ છે - જ્યારે જીવનમાં કલ્પના બહારની આપત્તિઓનો ઢગ ખડકાય ત્યારે પ્રભુભક્તિના ઊંડાણમાં ઉતરી જવા જેવું છે. પ્રભુભક્તિના ઊંડાણમાં ઉતર્યા પછી આપત્તિઓની કોઈ અસર વર્તાશે નહીં. કારણ કે જેમ તોફાન ચાલુ હોવા છતાં તોફાનની અસર સપાટી ઉપર જ હોય છે, ઊંડાણમાં તેની લેશ પણ અસર હોતી નથી. તેમ આપત્તિઓના ઢગ ભલે ખડકાયે જતા હોય પણ તેની અસર સપાટી ઉપર જ હોય છે. પ્રભુભક્તિના અતલ ઊંડાણમાં તેની લેશ પણ અસર હોતી નથી. માટે જ આપત્તિની આડઅસર રૂપે પેદા થતો ક્રોધ પણ ત્યારે પ્રગટી શકતો નથી. મનનું સ્વાથ્ય, મનની સમાધિ જળવાઈ જાય છે, વિખેરાયેલી શાંતિ પાછી એકઠી થઈ જાય છે. જુગારના વાંકે વનની વાટ પકડનાર નળ રાજાના પગલે પગલે નળને સાથ આપવા માટે જ, નળ ઉપર અથાહ પ્રેમ હોવાથી જ, રાજમહેલના સુખો છોડી જંગલની વાટ દમયંતીએ પકડી. છતાં એ જ નળરાજા જ્યારે સિંહ-વાઘ જેવા શિકારી પશુઓથી ઘેરાયેલ, વિકરાળ જંગલમાં પોતાને એકલી-અટૂલી મૂકી ભાગી ગયા ત્યારે દમયંતી બહાવરી બની ગઈ. નળને શોધવા માટે ઘણી બૂમો પાડી, વ્યર્થ પ્રયાસો કર્યા. પણ સઘળું ય નકામું ગયું. આ તો સતી નારી હતી. આ આપત્તિમાં પણ મનનું સ્વાથ્ય ટકાવી રાખવા દમયંતી પ્રભુભક્તિના અતલ ઊંડાણનો જ આશરો લે છે, તે જ તેને મુનાસિબ લાગે છે. દમયંતીની આ ઘટનાનો વિચાર કરીએ તો સંસાર અસાર લાગ્યા વિના ન રહે. જેને પોતાનો પ્રાણાધાર ગણી તેનાથી એક ક્ષણ પણ છૂટું પડવું ન પડે તે માટે રાજમહાલયના અનુપમ સુખો છોડી જંગલની ભીષણ વાટ પકડી હતી, પગમાં ભોંકાતા કાંટા પણ જેના સાન્નિધ્યમાં પોતે આનંદરૂ૫ માન્યા હતા, વનની વિકટ વાટ, ભેંકાર વાતાવરણ, વિકરાળ વન્ય પશુઓની ગર્જનાઓ - આમાંનું 102