________________ મધુર ! એની ક્રિયા પણ મધુર ! એની ઈચ્છા પણ મધુર ! એની આંખો પણ મધુર ! એનું બધું જ મધુર ! એના શબ્દોમાં, વ્યવહારમાં, વિચારમાં - તમામમાં સામેવાળી વ્યક્તિને માધુર્યની અનુભૂતિ થયા વિના રહે નહીં. આ ડાયાબિટીસ રોગ આજે આટલો બધો વકર્યો છે, તેનું કારણ ખબર છે ? જીભની અને દિલની બધી મીઠાશ પેટમાં ઉતરી ગઈ અને લોહીમાં ભળી ગઈ, એટલે ડાયાબિટીસ પેદા થઈ ગયો. આ વાત પૂર્વે પણ જણાવેલ છે. જો જીભની મીઠાશ ટકાવી રાખીએ તો લોહીમાં મીઠાશ ભળી ડાયાબિટીસ પેદા થાય નહીં ! એક સંકલ્પ કરવા જેવો છે - હવે આપણી જીભ ઉપર આપણે મરચાની, સુદર્શન ઘનવટીની કે સળગતા અંગારાની ફેક્ટરી ખોલવી નથી. પરંતુ સુગર ફેક્ટરી જ ખોલવી છે, મીઠાશપૂર્ણ જ વ્યવહાર કરવો છે. દરેક વ્યક્તિને માનથી બોલાવીએ, તો સામેવાળી વ્યક્તિને પણ તમને “રિસ્પોન્સ આપવાનું મન થાય. માણસનું મોઢું ગંધાતું હોય તે તેના પેટના બગાડાની જાહેરાત છે. તેમ મોઢામાંથી નીકળતા ખરાબ શબ્દો મનના બગાડાની જાહેરાત છે. મોઢામાંથી ખરાબ વાસ આવે તે ખટકે છે. માટે, પેટનો બગાડો પણ ખટકે છે. પરંતુ મનમાં રહેલો બગાડો કે મોઢામાંથી નીકળતા ખરાબ શબ્દો કેટલા ખટકે ? જો મનમાંથી બગાડો નીકળી જાય તો ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ જાગે નહીં અને મોઢામાંથી કડવા શબ્દો નીકળવાના બંધ થયા વિના રહે નહીં. જો મોઢામાંથી કડવા શબ્દો નીકળવાના બંધ થઈ જાય તો મનનો બગાડો પણ ઝાઝો ટકી શકે નહીં. બન્ને એક બીજાને અવલંબીને રહ્યા છે. બન્નેમાંથી એકને પણ કાઢો પછી એની પાછળ પાછળ બીજું પણ નીકળ્યા વિના રહેશે નહીં. જો જીભમાંથી સારા શબ્દોનું જ ઉત્પાદન થતું હોય અને મોઢામાંથી સારા શબ્દો જ નીકળતા હોય તો સમજવું કે તેનું મન પ્રસન્ન છે. જો મન બગડ્યું તો તને પણ બગડ્યા વિના રહેવાનું નથી. 308