________________ આજ્ઞાનું પાલન કરતી જ ગઈ. બધા મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાની પત્નીને આટલી કહ્યાગરી થયેલી જોઈ પતિદેવ પણ ખુશ થઈ ગયા. એક પછી એક આજ્ઞાઓ છોડતા જ ગયા. થાળી લાવ, ચમચી લાવ.... અને અચાનક અંદરથી જોરદાર અવાજ આવ્યો.. “શું છે તમારે ? તમારી નોકરાણી છું કે આમ આજ્ઞા કર્યે જ જાઓ છો ? આ તમારી ૫૧મી આજ્ઞા છે - ખબર છે ?' મિત્રો તો આ સાંભળીને હેબતાઈ જ ગયા !!! પુણ્ય આવી વંઠેલ સ્ત્રી જેવું છે. એનું માપ નક્કી છે. જો આડેધડ એનો વપરાશ કરવા ગયા તો ક્યારે તે દગો આપી દે તે કહી શકાય તેમ નથી. અને પુણ્ય સૌથી વધારે ખરચાતું હોય તો ક્રોધ દ્વારા ! એક વાત સમજી રાખજો કે તમે ક્રોધ કરો છો માટે સામેવાળો તમારી વાત માની જાય છે કે તમારા કંટ્રોલમાં રહે છે - તેવું નથી. પણ, તમારું પુણ્ય છે માટે તમારું ગાડું ચાલે છે. પુણ્ય વિનાનો ગુસ્સો તો નિષ્ફળ જ છે. પુણ્યવાન માણસો જ સફળ ગુસ્સો કરે રાખતા હોય છે. પણ, ખ્યાલમાં નથી કે આ એક એક ગુસ્સો મારા પુણ્યને અંદરથી ફોલી ખાય છે. જે દિવસે આ પુણ્ય દગો આપશે ત્યારે તમને ‘ગોદ” આપનાર આ દુનિયામાં કોઈ નહીં હોય! દીકરા-દીકરી કે નોકરને આડેધડ રીતે આજ્ઞા કરતા હો તો એક વાત મગજમાં નોંધી રાખજો કે તમારું પુણ્ય લિમિટેડ છે. માનો કે દીકરા કે દીકરી તમારી પ૦૦, 1000, 10000 આજ્ઞા જ માનવાના છે. તેનાથી વધુ નહીં. નાની નાની બાબતોમાં આજ્ઞા કરી કરી પુણ્ય ખર્ચા નાંખ્યું હશે તો પછી જ્યારે ખરેખર તમને જરૂર હશે ત્યારે એ તમારી એક પણ આજ્ઞા માનવા તૈયાર નહીં હોય. પુષ્યની રમત તદ્દન બ્લાઈડ છે. ક્યારે તે દગો આપે તે ખબર નથી. બહારની દુનિયાના સૂર્યોદયની અને સૂર્યાસ્તની તો સચોટ આગાહી કરી શકશો. પણ, પુણ્યનો સૂર્યોદય તો રાત્રે 12 વાગે પણ થઈ શકે છે. તો તેનો સૂર્યાસ્ત ભરબપોરે 12 વાગે પણ થઈ શકે છે. જો સાચવી સાચવીને તેનો વપરાશ કરશો તો તે છેક સુધી સાથ આપશે. બાકી એ વચ્ચે દગો આપ્યા વિના નહીં રહે.