________________ રીવર' પોલિસી યુધિષ્ઠિરને બધાં પૂછતા - કેમ ? મઝામાં છો ? વારંવારના આ પ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિર કહેતા - लोकः पृच्छति वार्ता मे, शरीरे कुशलं तव ? कुतः कुशलमस्माकम् ? आयुर्याति दिने दिने // મતલબ કે, લોકો મને પૂછે છે - તમારા શરીરે કુશળતા તો છે ને ? પણ, અમારા જેવાને કુશળતા હોય ક્યાંથી ? કારણ કે આયુષ્ય તો પ્રતિદિન, પ્રતિક્ષણ ઘટતું જ જાય છે. સમય હાથમાંથી સરકતો જ જાય છે. જે સમય ગયો તે હવે ફરી આવવાનો નથી. જે દિવસ અને જે મહિનાઓ પસાર થઈ ગયા હવે તે પાછા આવવાના નથી. એકનો એક સમય કદાપિ બે વાર આવતો નથી. You can never step twice in the same river. જેમ એક જ નદીમાં બે વાર પગ મૂકી શકાતો નથી તેમ એક સમયને કદાપિ બે વાર અનુભવી શકાતો નથી. પ્રતિપળ આયુષ્યમાં સતત ઘટાડો જ થઈ રહ્યો છે. શાસ્ત્રકારો આને આવીચિ મરણ તરીકે ઓળખાવે છે. પ્રત્યેક પળે મોત તમારી નજીક આવી રહેલ છે. થોડા ઘણા સમય માટે આ સંસારમાં સહુ ભેગા 404