________________ હતી કે “આ તો પડઘો જ છે. મણિરથ તો નિમિત્તમાત્ર છે. ફક્ત હાથો પરંતુ ધર્મમહાસત્તાના હાથ ભારે લાંબા છે. કર્મસત્તા પણ જીવતી જાગતી છે. તેના રાજમાં ન્યાય તોળાયા વિના રહેતો નથી. મણિરથ કર્મસત્તાની પહોંચ બહાર ન હતો. ભલે તે રાજા હોવાથી દુન્યવી કોઈ પણ તત્ત્વ તેને શિક્ષા પહોંચાડવા અસમર્થ હોય, કિંતુ કર્મસત્તાના હાથમાં તે ઝડપાઈ ગયો. જેવો તે યુગબાને ખતમ કરી મદનરેખાને મેળવવાના સપનામાં રાચતો રાચતો બગીચાની બહાર જવા જાય છે ત્યાં રાત્રિના ઘેરા અંધારામાં કાળોતરો નાગ ડસી ગયો. ભારે કાતિલ ઝેર ! આખા રાજ્યનો સર્વસત્તાધીશ હોવા છતાં લાચાર સ્થિતિમાં રીબાતા રીબાતા મરણને શરણ થઈ પોતે કરેલ કરણીનું ફળ ભોગવવા નરકમાં રવાના થઈ ગયો. કર્મસત્તાએ ન્યાય તોળી દીધો! જોવાની વાત એ છે કે મણિરથને કુદરતના દરબારમાં ન્યાય મળવાનો જ છે એ હકીકત છે. કુદરત મણિરથને દોષિત માને જ છે. મણિરથે યુગબાણને દેખીતી રીતે અન્યાય કર્યો છે - એ પણ સનાતન સત્ય છે. છતાં કર્મસત્તા યુગબાહુને ગુસ્સો કરવાની છૂટ નથી આપતી. જો મણિરથ ઉપર યુગબાહુએ ગુસ્સો કર્યો હોત તો કર્મસત્તા અવશ્ય યુગબાહુને દોષિત ઠેરવી સજા કર્યા વિના રહેત નહીં. માટે, યુગબાહુએ તો ઈકો પોલિસી અપનાવે જ છૂટકો. હકીકત પણ એ જ છે. જો યુગબાહુએ કોઈનું કશું જ ભૂતકાળમાં ન બગાડ્યું હોત, કોઈનું માનસિક પણ અશુભ ન ચિંતવ્યું હોત તો આ પરિસ્થિતિ ઊભી થવાની જ ન હતી. પરંતુ ભૂતકાળની ભૂલો ભૂલાઈ ગઈ હોય છે. માટે સમાધિ ટકતી નથી, ક્રોધ છૂટતો નથી. કર્મસત્તાના આ કાનૂનને બહુ સમજી લેવા જેવો છે. કર્મસત્તા ન્યાયી અને નિષ્પક્ષ છે. તે કોઈને છોડવા તૈયાર નથી. સજા કરવાનું કામ તેનું છે. માટે, સામેવાળાની સાથે જે દુર્વ્યવહાર કરશે તેનું ફળ તેને મળશે જ. ક્રોધાંધ બનીને જે પણ ખરાબ વ્યવહાર કરશે તેને તેનું ફળ અવશ્ય ભોગવવું જ પડશે. તે વખતે જે સમતા રાખે છે તે બચી 119