________________ વૈભવ જાળવ્યો હશે તેટલા તમે વર્તમાનમાં અને ભવિષ્યમાં સુખી હશો. સંપત્તિ ન તો વર્તમાનમાં સુખી કરી શકે છે કે ન તો ભવિષ્યમાં સુખી કરી શકશે. આ સંપત્તિના પ્રભાવે (!) તો તમારું ખૂન પણ થઈ શકે છે. તમે માનેલા બધાં સુખના સાધનો દુઃખના સાધન બની શકે છે. પ્રદેશ રાજાએ સુખના સાધન તરીકે માનેલી સૂર્યકાંતા રાણી જ તેમના મૃત્યુનું કારણ બની. સુખના સાધન તરીકે માનેલા ભાઈએ જ નીતિને નેવે મૂકી ભાઈ ઉપર, બાહુબલી ઉપર ચક્ર ફેંક્યું, તે પણ મારી નાંખવા. જેને જેને તમે સંસારમાં સુખના સાધન તરીકે માન્યા છે, તેમાંથી જ દુઃખનો દાવાનળ પેદા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પણ, જો એકવાર આત્માને પોતાનો માની લીધો, કિંમતી ખજાના જેવા આત્માને જ જોવામાં, સાચવવામાં લક્ષ્ય કેળવ્યું તો પછી તેમાંથી દુઃખ મળે તેવી કોઈ શક્યતા નથી. પોતે જેને વફાદારીથી ઉપાસી રહી છે તે શ્રેણિક મહારાજા પોતાના શીલ ઉપર શંકા ઉઠાવી સળગાવી નાંખવાનો હુકમ આપે છે. રાણી ચેલણાએ જેને સુખનું કારણ માન્યો તે શ્રેણિક જ દુઃખદાયી બન્યો. માટે પ્રેશ્યસ વેલ્થ જેવા આત્માને જ જાળવો. તેની જ સાચવણી જરૂરી છે. શરીર-કપડા વગેરેની સાચવણીમાં જેટલો રસ છે, તેનાથી વધુ રસ આત્માની સાચવણીમાં હોવો જરૂરી છે. શંકા - શરીરમાં વતુ ધર્મસાધનમ્ - આ વાક્ય તો શરીરની સાચવણી અનિવાર્ય હોવાનું જણાવે છે. સમાધાન :- શરીરની રક્ષા કરનાર, ટાઢ-તાપથી બચાવનાર કપડા સાચવવાના જરૂરી છે. પણ તમારા મનપસંદ કપડા પહેરીને તમે નીકળ્યા હો, ક્યાંકથી અગ્નિ વગેરેનો સંપર્ક થવાથી કપડાએ આગ પકડી લીધી. કપડા સળગવા લાગ્યા. હવે કપડા પહેરી રાખો કે કાઢી નાંખો? કાઢી જ નાખો ને ! તો શું કપડા ઉપર તમને પ્રેમ નથી ? પ્રેમ તો છે જ. પણ, તમે સમજો છો કે શરીરને બગાડીને કપડાંનો પ્રેમ શા કામનો ? માટે શરીરને બગાડીને, તેને નુકસાન પહોંચાડીને કપડા ન