________________ મિથ્યાત્વના પ્રભાવે સુખના રસ્તા તરીકે ગુસ્સાને, છેતરપિંડીને, અન્યાયને... આવા દુષ્ટ તત્ત્વને જ સ્વીકારેલ છે. એટલે જ મંઝિલ એક હોવા છતાં માર્ગ બદલાઈ જવાથી છેલ્લે તો દુઃખ જ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ અવળા માર્ગે ચડી જવાની ભૂલ નથી કરવી - આટલો સંકલ્પ પણ ખરો કે નહીં ? જો અંતરથી સ્વીકાર થાય કે “અશાંતિ અને અસમાધિ જ જ્યાં ડગલે ને પગલે મળે છે, તે આ ગુસ્સા વગેરે સુખનો માર્ગ હોઈ શકે નહીં, તો સાચા રસ્તે ચાલવાનો ઉત્સાહ પ્રગટે. જે રસ્તે ચાલો છો તે ખોટો છે' - આવી બુદ્ધિ જ જો નહીં પ્રગટે તો તે રસ્તે મુસાફરી અટકાવી સાચા રસ્તે મુસાફરી કરવાનો ભાવ જ ક્યાં જાગવાનો ? સુખનો સાચો રસ્તો બતાવવા માટે જ આ રોડ પોલિસીનું સર્જન થયું છે. અનંતા તીર્થકરોએ જે સુખ મેળવ્યું તે જ સુખ આપણને સોને જોઈએ છે. તો પછી તે માટે અનંતા તીર્થકરો જે રસ્તે ગયા તે રસ્તે જ જવું રહ્યું ને ? જો આ રસ્તે પણ સુખ મળી શક્યું હોત, ગુસ્સો કરી કરીને પણ અંતે સુખની પ્રાપ્તિ થતી હોત તો પરમાત્માએ શા માટે તે જ રસ્તો ન બતાવ્યો ? સ્વયં ન અપનાવ્યો ? જે રસ્તે પરમાત્માએ અને અનંતા જીવોએ શાશ્વત સુખ મેળવ્યું તે જ રસ્તે સુખ મળવાનું છે. આજ કે કાલ સુખ મેળવવા માટે તે રસ્તો અપનાવ્યા વિના છૂટકો જ નથી. રસ્તાને કોઈ પક્ષપાત નથી. પણ, જો તમે મુંબઈના રસ્તાને વળગી રહ્યા, તે રસ્તા ઉપરથી ચલાયમાન ન થયા તો મુંબઈ આવીને જ રહેવાનું છે. અને આબુના રસ્તે ગયા, તો આબુ પણ આવીને જ રહેવાનું છે. પછી તે અટકાવી શકાતું નથી. તેમ જો અશાંતિ અને ઉકળાટના માર્ગે જ ગયા, ગુસ્સાને જ સુખનો રસ્તો માની તેનું જ સેવન કર્યું તો દુઃખ આવ્યા વિના રહેવાનું નથી. તથા જો ક્ષમા, નમ્રતાના રસ્તે આગળ વધ્યા તો સુખ આવ્યા વિના રહેવાનું નથી. તીર્થકર જેવા તીર્થકરને પણ ક્ષમા દ્વારા જ અનંતસુખધામ સ્વરૂપ મોક્ષ મળેલ છે તો આપણા જેવાને ક્રોધ દ્વારા અનંતસુખધામ સ્વરૂપ મોક્ષ મળે તેવી કોઈ શક્યતા 384