________________ જીવનમાં આઈસ ફેક્ટરીને અપનાવવાનો પ્રેક્ટીકલ ઉપાય એટલે જ પ્રસ્તુત પોલિસી. નાના નાના પ્રસંગોને અને સામી વ્યક્તિની નાની-નાની ભૂલોને જતી કરવાનું શીખ્યા હશો તો જ મગજમાં આઈસ ફેક્ટરી સર્જાઈ શકશે. નાના-નાના પ્રસંગોમાં પણ જો મન સ્વસ્થ નહીં રહી શકતું હોય, નાની-નાની ભૂલને પણ લેટ ગો કરી શકાતું નહીં હોય તો ક્રોધથી છૂટી શકો તેવી કોઈ શક્યતા રહેતી નથી. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઘટના તમારા સંસારમાં સર્જાઈ શકે છે. તમે ન ધારેલું, ન ઈચ્છેલું જ બધું થાય તેવી શક્યતા છે. કારણ કે સંસારની વ્યાખ્યા જ છે - જ્યાં ધારેલું કશું ન થાય અને ન ધારેલું બધું થાય તેનું નામ સંસાર. આવા સંસારમાં તમે જીવી રહેલાં છો. માટે લેટ ગો કરવાની ટેવ પાડવી જ પડશે. બધું મારું ધાર્યું જ થાય, મારી ઈચ્છા મુજબનું જ થાય- આવો આગ્રહ રાખવા ગયા તો કદાપિ સુખી થઈ શકશો નહીં. ધાર્યું તો ચક્રવર્તીનું પણ થયું નથી. તો આપણા જેવાનું બધું ધાર્યું થાય તેવી અપેક્ષા રાખવી તે શું એક મૂર્ખામી નથી ? ન ધારેલી દરેક પરિસ્થિતિને જતી કરતા શીખો. દીકરાએ તમારું કહ્યું ન માન્યું તેમાં 274