________________ જાગશે. આખું જગત ગુણીજનોથી ભર્યું ભર્યું લાગશે. સર્વત્ર ગુણોની સુવાસ મહેંકતી લાગશે. ક્યાંય કોઈના પણ પ્રત્યે ન રોષ, ન રીસ, માત્ર પ્રમોદ ભાવ. પરમાત્માને તમામ જીવોના દુર્ગુણો દેખાય છે. છતાં રસ દુર્ગુણો જોવામાં નહીં, પણ સદ્ગણોને જોવામાં છે. પરમાત્મા આપણામાં પડેલા અનંતજ્ઞાન, અનંતદર્શન... તરફ નજર રાખીને બેઠા છે. બાકી આપણા જીવનના બધાં દુર્ગુણો ઉપર જ પરમાત્મા રસ લે તો જિનશાસનની પ્રાપ્તિ આપણને પરમાત્માની કૃપાથી કદી થાય ખરી ? પરમાત્માએ આપણા તમામ દુર્ગુણોને નજર અંદાજ કરી માત્રને માત્ર સદ્ગણો ઉપર જ નજર રાખી. કૃપાદૃષ્ટિ કરી. માટે, જિનશાસનમાં પ્રવેશ મળ્યો. એક વાત વિચારવા જેવી છે. બગીચામાં ફૂલો પણ છે, સાથે સાથે મરેલો ઉંદર પણ છે. કાગડો મરેલા ઉંદરને જ ચૂંથે છે. બગીચાએ મરેલા ઉંદરને સંઘરી રાખ્યો તે વાત બરાબર, પણ વધુ દોષિત કોણ કરે ? - મરેલા ઉંદરને સંઘરનાર બગીચો કે બગીચામાં રહેલી બીજી અનેક સારી ચીજવસ્તુનો આનંદ છોડી માત્ર ઉંદરમાં જ રસ લેનાર કાગડો ? સ્પષ્ટ છે કે કાગડો જ વધુ દોષિત ઠરે. તો પછી પોતાનામાં દુર્ગુણ સંઘરનાર સામેવાળી વ્યક્તિ વધુ ગુનેગાર કે પછી તેનામાં ધરબાયેલા અનેક સદ્ગણોને બદલે માત્ર તેના દોષને જ જોવાનું વલણ ધરાવનારી પોતાની જાત વધુ ગુનેગાર ? માનવું જ પડે કે પોતાની જાત વધુ ગુનેગાર છે. સામેવાળો જેટલો ઠપકાપાત્ર છે તેના કરતાં વધુ ઠપકાપાત્ર પોતાની જાત છે. આથી, જ્યારે જ્યારે પણ પારકા દોષો જોવાની પ્રવૃત્તિ માનવી કરે છે ત્યારે ત્યારે તે વધુને વધુ ગુનેગાર ઠરતો જાય છે. ફલતઃ માનવે વધુ ગુસ્સો તો પોતાની જાત ઉપર જ કરવો રહ્યો. આગ્રાની અંદર તાજમહાલ પણ છે અને ઉકરડો પણ છે. કિંતુ આગ્રામાં જનાર વ્યક્તિ તાજમહેલને જોવા જાય છે, ઉકરડાને જોવા નહીં. તો પછી સામેવાળી વ્યક્તિમાં રહેલા ગુણરૂપી તાજમહેલને જોવાને બદલે શા માટે તેનામાં પડેલા દોષો રૂપી ઉકરડાને જ જોવાનું મન થાય 128