________________ શરૂઆત કરું તે પહેલાં જ તેમણે મને સામેથી વાત કરી - મહારાજ સાહેબ! હું ખરેખર ભાગ્યશાળી છું. મેં પૂછ્યું - કેવી રીતે ?' મહારાજ સાહેબ ! ઉપરવાળાએ બે પગ આપ્યા હતા. જેમ કોઈ મારે ત્યાં થાપણ મૂકી જાય તો મારે માથે તો એ થાપણને સાચવવાનું જોખમ જ ને ! ઉપરવાળાની થાપણ જેવા બે પગને પણ મારે જાળવવાના હતા. જો આ પગને હોટલમાં લઈ જાત તો ઈશ્વર નારાજ થાત. થિયેટરમાં લઈ જાત તો એને જાળવ્યા ન કહેવાત. પણ, હવે તો એક જ પગને જાળવવાની જવાબદારી છે. માથેથી જવાબદારી ઓછી થાય તો સારું જ છે ને! અંદરના કોઈક અજબ આત્મવિશ્વાસથી નીકળતા તેમના આ શબ્દો જ્યારે મેં સાંભળ્યા ત્યારે મારી આંખમાં ય ઝળઝળીયા આવી ગયા. આ દુઃખમાં આ સમાધાનવૃત્તિ ! નાના-નાના દુઃખમાં પણ સમાધાનવૃત્તિનો જ્યારે દુકાળ વર્તાતો હોય ત્યારે આ સમાધાનવૃત્તિને વંદન કરવાનું મન થાય. હજુ એ ભાઈએ વાત આગળ ચલાવી - “મહારાજ સાહેબ! એક બીજી રીતે પણ હું ભાગ્યશાળી છું. કારણ કે જે અકસ્માતમાં મેં આ પગ ગુમાવ્યો તે અકસ્માતમાં કુલ પાંચ જણાએ તો પોતાનો જાન ગુમાવ્યો. એ જાન ગુમાવનાર કરતાં હું એટલો તો ભાગ્યશાળી ખરો જ ને કે મારી જાન જવાને બદલે ફક્ત એક પગ જ ગયો. કદાચ તે વખતે મારો પણ જાન જઈ જ શકતો હતો. પરમાત્માએ મારો જાન બચાવી આપ્યો. ત્યારે હું દુઃખી હોઉં કે સુખી ?' બીજાને પડતા વધારે દુઃખને જો નજર સમક્ષ રાખીએ તો આપણું દુઃખ પચી શકે. તેમાં અસમાધિ વગેરે ન થાય. પણ, પોતાના દુઃખ વખતે બીજા કોઈનું દુઃખ નજર સમક્ષ આવતું નથી. પોતે જ જગતમાં સૌથી વધુ દુઃખી લાગે છે. જો અત્યંત દુઃખીને નજર સમક્ષ લાવતા આવડે તો દુઃખમાં આવતી અસમાધિ રવાના થઈ ગયા વિના ન રહે. દુઃખ સુપાચ્ય બની જાય. દુઃખ સાક્ષાત્ આવી પડે છતાં તેને 223