________________ તોફાનના સમયે ફેંકાઈ ગયા વિના રહેવાની નથી. આપત્તિના સમયે ન સગા કામ આવશે, ન સ્વજન કામ આવશે. માત્ર ને માત્ર પ્રભુ જ કામમાં આવશે. પ્રભુને પકડવામાં આપત્તિથી છૂટકારો તો મળે જ છે. સાથે માનસિક સ્વસ્થતા - સમાધિ વગેરે પણ ટકી જાય છે. એક પાર્ટી દ્વારા પોતાના ૧ર લાખ રૂપિયા ડૂબી ગયા છે, બીજી પાર્ટી દ્વારા 10 લાખ રૂપિયા અને ત્રીજી પાર્ટી દ્વારા ર૭ લાખ રૂપિયા ડૂબી ગયા છે. પોતે જેની પાસેથી રૂપિયા ઉછીના લીધા છે તેની ઉઘરાણી વધી રહી છે. પણ, પોતાના રૂપિયા ડૂબી જવાથી પોતે હવે રૂપિયા ચૂકવી શકે તેમ નથી. વર્ષોથી સચવાયેલી બાપ-દાદાની આબરુ ઉપર બટ્ટો લાગી જાય તેવી શક્યતા છે. 49 લાખ રૂપિયા પોતાના ડૂબી ગયા છે, સામે એટલું દેવું છે. એ દેવું ભરવાની કોઈ શક્તિ પોતાની બચી નથી. ટૂંકમાં, આપત્તિનો પવન પૂરજોશમાં ફૂંકાવા લાગ્યો છે. જીવનની નાવ ડગુમગુ થવા માંડી છે. બાપ-દાદાની આબરુ ઉપર બટ્ટો લગાવી જીવવાની પોતાની કોઈ તૈયારી નથી. મુંબઈ-સાંતાક્રુઝ વિસ્તારમાં રહેનાર પ્રૌઢ વયની વ્યક્તિની આ વાત છે. પોતાના નજીકના અંગત કહી શકાય તેવા સગાઓને ફોન કરી દીધા છે. પણ, કોઈ સહાય કરવા તૈયાર નથી. રૂબરૂ પણ મળી આવ્યા છતાં કટોકટીના સંજોગોમાં કોઈ મદદ કરવા તૈયાર નથી. બધાને ખબર પડી ગઈ છે કે આ તો ડૂબતું વહાણ છે. પોતે પણ ડૂબશે, અમને પણ ડૂબાડશે. બસ, સહુને પોતાના સ્વાર્થની પડી છે. કોઈ કોઈનું સાચું સગું નથી. મુંબઈ સાંતાક્રુઝમાં રહેતા એ ભાઈ સંસારની આ પરિસ્થિતિ જોઈ ઉબગી ગયા. આમેય પોતાની આબરુ ગુમાવવા માટેની તો કોઈ તૈયારી હતી જ નહીં. આખરે જીવનને ટૂંકાવી દેવાનું જ તેમને ઉચિત લાગે છે. જે પૈસાને પોતે પાગલ બની પ્યાર કરેલ તે જ પૈસો પોતાના મોતનું કારણ બની રહેલ છે. દરેક પ્રસંગોમાં સંસારનો પક્ષ તાણતા આવ્યા છો. એ જ દુઃખદાયી બને છે. સંસારમાં રહેવા છતાં સંસારના પક્ષપાતી તો નથી જ થવા જેવું. પક્ષપાતી તો પ્રભુના જ થવા જવું 110