________________ આત્મનિરીક્ષણ કરવા મજબૂર થવું પડે છે. અને દુશ્મન બનનાર વ્યક્તિ પણ દોસ્ત બન્યા વિના રહેતી નથી. પણ, મુખ્ય પ્રશ્ન એ જ છે કે - સામેવાળી વ્યક્તિના નબળા ભૂતકાળને ભૂલી જવાની તૈયારી ખરી? પૂર્વગ્રહથી મુક્ત થવાની તૈયારી ખરી ? આ પૂર્વગ્રહ જ બહુ ભયંકર છે. પૂર્વગ્રહ બાંધનાર વ્યક્તિ બીજાને અન્યાય કર્યા વિના રહેતો નથી. અને પરિણામે પોતે પણ કદી સુખી થઈ શકતો નથી. જો આપણે એમ સમજતા હોઈએ કે મારામાં કોઈ પૂર્વગ્રહ નથી તો થોડી સાવધાની દાખવવાની જરૂર છે. કારણ કે રોજબરોજના વ્યવહારમાં એકબીજાની જૂની-જૂની ઘટનાઓ યાદ કરી કરી સામેવાળાને એટલું બધું સંભળાવતા હોઈએ છીએ કે નાના છોકરાને પણ સમજાઈ જાય કે આ પૂર્વગ્રહથી યુક્ત છે. એક ગ્રહણ અને એક ગ્રહ બહુ ભયંકર છે. આકાશમાં ઉપગ્રહ છોડવા સરળ છે. અંદરમાંથી પૂર્વગ્રહ છોડવો કપરો છે. શિક્ષકે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો. દુનિયામાં સૌથી વધુ ભયંકર ગ્રહણ કર્યું ? સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ? પાછલી બેંચ ઉપર બેઠેલા એક વિદ્યાર્થીએ જવાબ આપવા આંગળી ઊંચી કરી. શિક્ષકે કીધું - “બોલ !' વિદ્યાર્થીએ જવાબ આપ્યો - “સર ! સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વિશે તો મને બહુ ઝાઝી ખબર નથી. પણ, જે પાણિગ્રહણ કહેવાય છે એ ગ્રહણ બહુ ભયંકર છે - એવું મારા ઘરના વાતાવરણ ઉપરથી ચોક્કસ કહી શકું. કોણ જાણે કેવું એ ગ્રહણ છે કે જે થતાંની સાથે જ ઝઘડાઓ વધી પડે છે !!!!" આ જ પ્રકારનો થોડો જુદો પ્રશ્ન પણ સ્કૂલમાં પૂછાયો કે “કયો ગ્રહ વધુ ભયાનક ?" એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો - “મારી મમ્મીને પપ્પાનું નબળું વર્તન એટલું બધું યાદ રહી જાય છે કે ઘરમાં નવરાત્રિની જેમ દાંડીયાની સાથે સાથે રાસડા પણ ચાલુ જ હોય છે. માટે મને લાગે છે આ બધું જે મેમરીમાં સ્ટોર થાય છે તે પૂર્વગ્રહ જ ભયાનક છે.” આ જ છે ઘર-ઘરની કહાની. સંસારમાં પાણિગ્રહણમાંથી તો લગભગ કોઈ બચી શકતા નથી. પણ, પૂર્વગ્રહમાંથી તો બચવું જ રહ્યું. કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ બાંધવાની ભૂલ તો હવે નથી જ કરવી - 138