________________ કામ કરવું પડે તેમ હતું. આગ જેટલી વહેલી બંધ થાય તેમ વધુ નુકસાની અટકી જાય. તેથી શેઠ દિલોજાનથી મચી પડ્યા હતા. શેઠની આંખ સામે તો રૂપિયાઓની થપ્પીઓ જાણે પોતાના હાથમાંથી કોઈ આંચકી રહ્યું હોય તેવું દૃશ્ય તરવરતું હતું. એટલે ઝનૂનથી શેઠ કામ કરી રહ્યા હતા. અચાનક એક માણસ શેઠની પાસે આવી દોડધામ કરતા શેઠને અટકાવી શેઠને જણાવે છે - કેમ શેઠ ! આટલી બધી દોડધામ કરો છો ?' “તો શું હાથ જોડીને બેસી રહું ? મારું સર્વસ્વ બળી જવા દઉં ?' - શેઠનો પારો આસમાનને આંબતો હતો. “અરે, પણ આમાં આપનું શું બગડે છે ?" પેલો હજુ આગળ વધે તે પહેલા જ શેઠે વચ્ચે સંભળાવ્યું. “તો શું આ સામે બળે છે તે મારું ઘર નથી ?' ના !' મગજ ઠેકાણે છે ?' અરે હા ! આપના દીકરાએ બે દિવસ પહેલા જ સોદો કરી આ મકાન વેચી દીધું છે !' “સાચે ?' હા, હા, ચોક્કસ !" શેઠને એની વાત ઉપર અવિશ્વાસ કરવા જેવું ન લાગ્યું. બસ ! પછી તો આટલી દોડધામનો, ઉંમરનો બધાનો ભેગો થાક મોઢા ઉપર તરવરવા લાગ્યો. હવે શેઠ એક બાજુ પ્રેક્ષકવર્ગની સાથે હાથ ઉપર હાથ ચડાવી તમાશો જોવા લાગ્યા. કારણ કે આ મકાન “મારું છે' એવી બુદ્ધિ હવે રહી નથી, જ્યાં સુધી “આ મારું છે' તેવી બુદ્ધિ હતી ત્યાં સુધી રઘવાટ, કચવાટ અને ઉકળાટ હતો. પણ જેવો નિશ્ચય થયો કે “આ મકાન મારું નથી’ - ત્યારે અંદર હાશકારો અનુભવાયો. એક વાર આ શેઠની જગ્યાએ તમારી જાતને પણ મૂકી જુવો. 86