________________ સંતમાંથી રેલાતી હતી. એ યુવાન પગે પડી માફી માંગવા લાગ્યો. મૂળ વાત આ જ છે કે - ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન કર્મસત્તા દ્વારા થવા છતાં જો ક્રોધની સાઈન કર્યા વિના સમતા. ટકાવી રાખવામાં આવે તો ધર્મની બેંકમાં તમારી પુણ્યની મૂડી અકબંધ જળવાઈ રહે. બલ્લે તેમાં વધારો ચોક્કસ થાય. ઘટાડો બિલકુલ ન જ થાય. કર્મસત્તાને તમારી પુણ્યની બેલેન્સ ઓછી થાય તેમાં જ રસ છે. માટે તે તો પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન કરે જ રાખશે. તમારે ગુસ્સો ન કરવા દ્વારા સાવધાની રાખવાની છે. તમે સાઈન ન કરો તો પુણ્યની મૂડી ઘટશે નહિ. અત્યારે તમને સંસાર જ સોહામણો લાગતો હોય તો તે પુણ્યના પ્રતાપે જ. જેવું પુણ્ય પરવાર્યું કે સંસાર ભયાનક બિહામણો લાગ્યા વિના નહીં રહે. પળે પળે મોતની ઝંખના કરાવે એવો બિહામણો આ સંસાર થઈ શકે છે. પુણ્ય જ્યાં સુધી સલામત હશે ત્યાં સુધી જ સંસાર સોહામણો લાગશે. પુણ્ય વિનાનો સંસાર તો તમને અમારો થઈ પડવાનો છે. પુણ્ય વિનાના સંસારમાં તમારા માટે સમાધિ ટકાવવી ખૂબ જ અઘરી અને કપરી છે. પુણ્યોદયમાં પણ જો સમાધિ ટકી ન શકતી હોય તો પાપોદયમાં તો શું ટકવાની ? વર્તમાનમાં પુણ્ય જ્યારે તમારા માટે આટલું જરૂરી છે ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુસ્સો કરવા દ્વારા શા માટે પુણ્યને વેડફી નાંખો છો ? શા માટે કર્મસત્તાએ સાઈન કરી મોકલેલા ચેક ઉપર સાઈન કરી તમે તમારી પુણ્યની બેલેન્સ ઘટાડી રહ્યા છો ? કર્મસત્તા બહારના પરિબળોમાં ઊલટસૂલટ કરી શકે છે. બાહ્ય પરિસ્થિતિને પ્રતિકૂળ બનાવી શકે છે. પણ, તમારા મનને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રસન્ન રાખવું કે ન રાખવું ? તે તમારા હાથની વાત છે. તેમાં કર્મસત્તા કશું જ કરી શકતી નથી. પણ, કર્મસત્તા જેમ નચાવે તેમ તમારી મનઃસ્થિતિને પણ તમે નચાવતા હો તો પુણ્યની બેલેન્સ ટકે તેવી કોઈ શક્યતા નથી. શાસ્ત્રના પાને પાને એવા દૃષ્ટાંતો છે કે જેમાં મહામુનિઓએ ભયંકર પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનની સમાધિ 368