________________ કાંટાને દૂર કરવા પ્રયત્ન કેટલો કરશે ? પણ, હા ! રોગ અને કાંટો પોતાનું કામ તો કરે જ રાખશે. એ કંઈ શાંત નહીં બેઠા રહે. માટે જ શાસ્ત્રકારો જણાવે છે કે જો વિશ્વાસઘાત, દગા, પ્રપંચ વગેરેના દુઃખો સહન ન કરવા હોય તો કષાયોની આગને તારામાં પ્રવેશ ન આપ. જો આ બધાં દોષોને તારામાં પ્રવેશ આપીશ તો તારે ટીચાનું પડશે, ટીપાવું પડશે, પીટાવું પડશે. આત્માના આવા શુદ્ધસ્વભાવને જાણી હવે તેને પોતાના મૂળસ્વભાવમાં જ કરવા દો. એને કષાયોની આગમાં ન નાંખો. જ્યારે પણ કષાયોની આગમાં કૂદવાનું મન થાય, ગુસ્સો આવે ત્યારે વિચારો કે - “જેમ સાકરમાં કદાપિ કડવાશ ન હોય, તેમ આત્મામાં કદાપિ ઉકળાટ હોય નહીં. આત્માનો તે સ્વભાવ નથી. જેમ જેમ સાંયોગિક, ઔપાધિક એવા ક્રોધનો વધારે ને વધારે ઉપયોગ હું કરીશ, તેમ તેમ મારી રખડપટ્ટી વધી જશે. હું તો સહજ સમાધિનું સદન (ઘર) છું તો પછી આવી અસમાધિ મને શોભે? હું તો શાશ્વત શાંતિધામ છું. એટલે કે અનંતકાલ સુધી ટકનારી શાંતિ મારામાં જ ધરબાયેલી છે. તો શું મને આવી અશાંતિ શોભે ?" - બસ નેચર પોલિસીની આ વિચારધારા તમારા ગુસ્સાને કાઢી નાંખશે. આખરે એવી અવસ્થા પ્રગટશે કે તમે ગુસ્સો કરી જ નહીં શકો. સ્વભાવનું સ્મરણ દોષમાંથી મુક્તિ મેળવવાનો રામબાણ ઈલાજ છે - આ વાત કદાપિ ભૂલતા નહીં. છેલ્લે એક મહત્ત્વપૂર્ણ વાત જણાવી દઉં ? - પાણીમાં ઉકળાટ નથી. પણ આગ પાસેથી ગરમ પાણીએ ઉછીની લીધી. તેથી તેને ઉકળવું પડે છે. લોખંડમાં ગરમી નથી, પણ આગ પાસેથી તેણે ઉછીની લીધી. માટે તેને ટીપાવું પડે છે. મતલબ કે પારકાને ઘરમાં પ્રવેશ આપો એટલે એ ઘર ભાંગ્યા વિના રહે નહીં. તેમ આત્માએ મોહરાજા પાસેથી ક્રોધાદિ ઉછીના લીધા છે. માટે, આ બધી રખડપટ્ટી છે. આપણે આપણા સ્વભાવમાં સ્થિર 59