________________ મારી પૂર્વજંદગીના પાપોને સાફ કરનારા ધોબી છે. આ લોકોને મેં બેહદ પરેશાન કર્યા છે. એના પાપથી મલિન થયેલો મારો આત્મા આ ધોકા ખાધા વિના સાફ નહીં થાય. આ બધાં મારા મિત્ર છે, શત્રુ નહીં.” આ મહાત્મા એટલે જ રોજના 6 પુરુષ અને 1 સ્ત્રીની હત્યા કરનારો અર્જુનમાળી ! એમણે અપનાવેલી વિચારસરણી એટલે જ પ્રસ્તુત વોશરમેન પોલિસી ! તમારા માટે પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે. એક વાત મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ કે કપડાના મેલને દૂર કરવા માટે ધોકા મારનાર ધોબી કપડાનો મિત્ર જ છે, શત્રુ નહીં. તેમ તમારું અપમાન કરવા દ્વારા તમારા આત્માના મેલને દૂર કરનાર તમારો હિતેચ્છુ જ છે, મિત્ર જ છે. ધોબીની જગ્યાએ સામેવાળી અપમાન કરનાર વ્યક્તિ છે. કપડાની જગ્યાએ ખુદ તમારી જાત છે અને ધોકાના સ્થાનમાં સામેવાળી વ્યક્તિએ કરેલા અપમાન છે. માટે, તમારું અપમાન કરનારા તમારા પરમ મિત્રો છે. હું અર્જુન માળી આવી જ કોઈક પ્રકારની વિચારધારા અપનાવી ચોખ્ખા થઈ ગયા, સમતા ટકાવી શક્યા. તમારી ચાદર ચોખ્ખી થાય તેવો પ્રયત્ન આજુબાજુવાળા લોકો કરી રહ્યા હોય ત્યારે તમારે રાજી થવાનું કે નારાજ ? એમાં તો તમારે આનંદિત જ થવાનું હોય. લોકો અપમાન કરે, તમને અન્યાય કરે ત્યારે જ તો ક્ષમાની કમાણી થઈ શકે. લોકો તરફથી માન, સન્માન મળી રહેલા હોય ત્યારે ક્ષમાની કમાણી શી રીતે થવાની ? અપમાનના અને અન્યાયના બજારમાં ક્ષમાની કમાણી કરી લેવા જેવી છે. કોઈ અપમાન કરે ત્યારે ક્ષમા રાખવાથી તમારો આત્મા ઉજળો થાય છે - આ વાત લક્ષ્યમાં રાખી અપમાન કરનાર વ્યક્તિ ઉપર પણ ક્ષમાનું લક્ષ્ય કેળવવું જ રહ્યું. ટૂંકમાં, આ વોશરમેન પોલિસી એટલું જ કહે છે કે - “જેમ વસ્ત્રના મેલને દૂર કરનાર ધોબી વસ્ત્રનો મિત્ર છે, શત્રુ નહીં, તેમ આત્માના મેલને દૂર કરનાર, અપમાન કરનાર વ્યક્તિ આત્માની મિત્ર છે, શત્રુ નહીં.” 363