________________ હોત તો રાગમાં એટલો ગળાડૂબ થઈ જાત કે ધર્મ કરવાનો તો મને યાદ પણ ન આવત. આ મોંઘો માનવભવ હારી જાત. આ તો પત્ની કર્કશા સ્વભાવની મળી છે. માટે, કંઈક વૈરાગ્ય ટકે છે. આપની યાદ તો આવે છે.” એક વાત યાદ રાખો - આ સંસારમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ દુઃખથી દુઃખી જ હોવાની છે. સંપૂર્ણ સુખ તો મોક્ષ સિવાય કશે પણ નથી. માટે, તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તેને સાચવી લેતા શીખો. જીવનસાથી ભલે ને પ્રતિકૂળ હોય, છતાં તેને પ્રેમથી સાચવી લેતા શીખો તો જ દુઃખથી છૂટકારો શક્ય છે. સંસારમાં બધે બધી અનુકૂળતા મળે તેવી કોઈ શક્યતા નથી. મોટા ભાગે કજોડા જ જોવા મળતા હોય છે. સંસારની એક વ્યાખ્યા એવી છે કે જેમાં એક પૈડું સ્કૂટરનું અને એક પૈડું ટ્રેક્ટરનું એવું વાહન એટલે સંસાર ! આવું વાહન ગતિ શી રીતે કરી શકે ? આવો સંસાર સીધો કેવી રીતે રહી શકે ? સંસારને સુધારવા જશો તો જીંદગી પૂરી થઈ જશે. પણ, સંસાર સુધરે તેવી કોઈ શક્યતા નથી. માટે, તમારે તમારી જાત સાથે જ સમાધાન કરવું પડશે. તમારા મનને જ સમજાવવું પડશે. દીકરો જવાબ ઉદ્ધત રીતે આપે કે દીકરી કહ્યું માને નહીં, ઘરનો ઘાટી વાતવાતમાં તમારું અપમાન કરી જાય કે સમાજમાં કોઈ તમારી વાતને વજન ન આપે ત્યારે મન સાથે સમાધાન કરવું કે “આ બધાં તો મારા વૈરાગ્યના કારણો છે. આ બધું થાય છે ત્યારે તો મને સંસાર ઉપર કંઈક અંશે પણ વૈરાગ્ય પ્રગટે છે. બાકી તો સંસારના રાગમાં લેપાઈને આખો માનવભવ હું હારી જાઉં.' તમારી સમાધિ વેરવિખેર થાય છે. કારણ કે તમને સોલ્યુશન શોધતા આવડતું નથી. મન સાથે સમાધાન કરતા આવડતું નથી. બાકી ક્રોધ થાય તેવી શક્યતા નથી. ઊડે ઊંડે આપણને પ્રોબ્લેમ સર્જવામાં જ રસ છે. હવે આપણે સમાધાન કરનારા થયું છે. સમાધાન કરતા આવડે તો જ સમાધિ હાથવગી થશે. એટલે જ સમાધિની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારો જણાવે છે કે, ચિત્તસમાથH - સમથિ:” સમાધાન 325