________________ - "કહોલ્ટરપોલિસી , તમારી કોઈક અનુકૂળતા ન સચવાઈ, કંઈક કષ્ટ ભોગવવું પડ્યું કે મગજ તરત ગરમ ! સહેજ કોઈક ટોન્ટમાં સંભળાવી ગયું એટલે ગુસ્સો આવ્યો જ સમજો ! રામુએ કંઈક ભૂલ કરી કે એને ખખડાવ્યું જ છૂટકો ! સાવ ધૂળ જેવા બહાના હેઠળ તમે તમારી મનની સ્વસ્થતા ગુમાવી દો છો. ક્યારેય વિચાર્યું છે ખરું કે આ રીતે માનસિક સ્વસ્થતા ગુમાવવા દ્વારા, ગુસ્સો કરવા દ્વારા અધ્યાત્મ જગતમાં હું દેવાદાર બની રહ્યો છું ? આંતરિક અઢળક મૂડી એક વારના ગુસ્સાથી સાફ થઈ જાય છે, ભારેખમ દોષોનું દેવું ઊભું થાય છે. વર્ષોની કરેલી આરાધનાઓને આ ગુસ્સો સળગાવી નાંખે છે. એક વખતનો પણ ગુસ્સો તમારું કેવું ભયંકર નુકસાન કરે છે તે ખ્યાલમાં ખરું ? ક્રોધ એકલો નથી આવતો, એની પાછળ દોષોની ફોજ આવે છે. એક વાર ગુસ્સામાં આવીને કંઈક બોલી ગયા પછી તેના બચાવ માટે માયા આવે, જૂઠ આવે... અને કહેવાય છે કે અતિક્રોધ કામવાસનાને તેડું આપે છે. વિશ્વભૂતિએ ગાયને ઉછાળી પાછી ઝીલી લીધી. ક્રોધાવેશમાં જૂની ઘટનાઓ તાજી થઈ અને નિયાણું કરી લીધું. એક ક્રોધે જીંદગીભરની સંયમજીવનની સાધના સાફ કરી દીધી. પરંપરાએ ૭મી નરકનું સર્જન કરી દીધું. 401