________________ ગુમાવાય કે 5 પૈસાની કિંમતવાળા શરીર વગેરેને ગુમાવાય? હું કોણ અને મારું કોણ ? - આની સ્પષ્ટ સમજણ જો મળી જાય તો માણસ આત્માને ક્યારેય પણ કષાયોની આગમાં હોમે નહીં. હું એટલે શરીર નહીં. હું એટલે તો આનંદથી ભરેલો ચૈતન્યનો અખંડ પિંડ. આ શરીરના સંબંધીઓ એ મારા નથી. પરંતુ આત્માના સદ્ગણો એ મારા છે. બસ! તો મારે મારી જાતને અને જે મારા છે તેને સાચવવા છે, પારકાને નહીં. એક શેઠનો આલીશાન બંગલો. થોડા દિવસોમાં આ બંગલાને વેચી વધુ આલીશાન બંગલામાં રહેવા જવાનું હતું. પુત્ર દ્વારા આ મકાન વેચવાની વાતચીત ચાલી રહી હતી. એક પાર્ટી તૈયાર પણ હતી. ઈચ્છા મુજબનું વળતર શેઠને મળી રહ્યું હતું. એટલે શેઠ પણ રાજી હતા. પણ અચાનક એક દિવસ કોણ જાણે ક્યાંકથી આગ પ્રગટી અને જોતજોતામાં આખા બંગલાને ઘેરી વળી. શેઠ હાંફળા-ફાંફળા ઘરની બહાર માંડ-માંડ નીકળ્યા. શેઠનો આખો પરિવાર પણ હેમખેમ ઘરની બહાર નીકળી આવ્યો હતો. કોઈના પણ મગજ ઠેકાણે ન હતા, કોઈને કશી સૂઝ-બૂઝ રહી ન હતી. અને આગ તો ભારે વેગે આટલા વખતમાં ફેલાઈ ગઈ હતી. ખૂબ જ વ્યાપક સ્વરૂપ આગે પકડી લીધું હતું. હવે આગને કાબૂમાં લેવી ખૂબ જ કઠિન હતી. પરિસ્થિતિનું ભાન થતા જ શેઠ બૂમાબૂમ કરવા લાગ્યા અને પોતે પાણી-ધૂળ-ઢેફા જે મળ્યું તે લઈ આગ બૂઝાવવા લાગી પડ્યા. શેઠને જોઈ ઘરના બીજા સભ્યો પણ “જી-જાન' લગાવી મચી પડ્યા. શેઠનું ગળું અને હાથ બન્ને એક સાથે ચાલતા હતા. શેઠની બૂમાબૂમ સાંભળી દૂર-દૂરના ઘણાં લોકો એકસાથે ભેગા થઈ ગયા. અને બધા પાણી વગેરે લઈ આગ બૂઝાવવા પ્રયત્ન કરવા લાગ્યા. 10 માણસ ન કરી શકે એટલી દોડધામ આટલી મોટી ઉંમરે શેઠ કરી રહ્યા હતા. સહુ તાજુબીથી શેઠને જોઈ રહ્યા. આ ઉંમરે દસ જુવાનીયાને પણ શરમાવે તેવી ર્તિથી શેઠ કામ કરી રહ્યા હતા. બંબાવાળા પણ આવી ગયા. થોડી ઘણી આગ કાબૂમાં આવી હતી. પણ, હજુ ઘણો સમય 85