Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 430
________________ એક વાર પુણ્ય પરવારે પછી તમારો સંસાર નરક કરતાં ય ભયંકર લાગે એવી છે. માટે, ક્રોધ જ્યારે પણ આવે ત્યારે નજર સમક્ષ એક વાત રાખો કે જો ક્રોધ કર્યો તો અઢળક પુણ્ય વપરાઈ જવાનું છે. પછી વંઠેલ સ્ત્રીની જેમ ક્યારે તે દગો આપશે, હાથ ઊંચા કરી દેશે? તેનો કોઈ ભરોસો નથી. માટે, એક પણ વાર ક્રોધ કરતા પહેલા લાખ વાર વિચાર કરજો. ક્રોધ કરી-કરીને કોઈની પાસે તમારી વાત મનાવવાનો મતલબ પણ શો ? ટિપુ સુલતાનના શબ્દોમાં વિચારીએ તો કહી શકાય કે 100 વર્ષ ઘેટાની જેમ જીવવા કરતાં 1 દિવસ સિંહની જેમ જીવવું સારું. તો 100 વર્ષની ક્રોધની જીંદગી કરતાં ક્ષમાની 1 દિવસની જંદગી વધુ સારી છે. આ વાત ઉપર ભરોસો ખરો ? ટૂંકમાં, વંઠેલ સ્ત્રી પોલિસી એટલું જ કહેવા માંગે છે કે “૫૦મી આજ્ઞા ક્યારે આવશે ? તેની કોઈ આગાહી પુણ્યની બાબતમાં થઈ શકતી નથી. પુણ્યને તો સાચવીને વાપરવામાં જ કલ્યાણ છે. ક્રોધ તો પુણ્યનો બેફામ વેડફાટ છે. એક વાર દિનચર્યા તપાસી જો જો, પુણ્યનો કરકસરપૂર્વકનો ઉપયોગ છે કે બેફામ ? જો બેફામ હોય તો તમારી કાલ સલામત નથી.” વંઠેલ સ્ત્રી' પોલિસીના આ સંદેશાને પકડી ક્ષમા રાખવા દ્વારા એક પુણ્યબેંકનું નિર્માણ કરીએ કે જે આવતા ભવે મોક્ષપ્રાપક તમામ સામગ્રીઓનો ભેટો કરાવીને જ રહે ! 411

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434