________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ તેજ (શ્રી લલિતવિસ્તરા શાસ્ત્ર વિવેચન)
(ગુજરાતી) પરમતેજ ભાગ - ૧ (દ્વિતીય આવૃતિ).
પરમતેજ ભાગ - ૨ (પ્રથમ આવૃતિ) સં. ૨૦૪૨
સં. ૨૦૨૫ મૂલ્ય: રૂ. ૩૦=૦૦.
મૂલ્ય: રૂા. ૨૫=૦૦ પૃષ્ઠ સંખ્યા ૩૮ સાઈઝઃ ક્રાઉન ૮
પૃષ્ઠ સંખ્યા ૫૦સાઈઝઃ ક્રાઉન ૮ ) ઉપમિતિ ભવ પ્રપંચકથા' નામના વૈરાગ્યરસથી છલકાતા કથાગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિગણી બૌદ્ધદર્શનનું જ્ઞાન મેળવવા બૌદ્ધગુરુઓ પાસે ગયા. ત્યાં તેમના મતથી પ્રભાવિત બની તેમને બૌદ્ધદીક્ષા લેવી હતી ત્યારે સૂરિપુરંદર શ્રી હરિભ દ્રસૂરિજી મહારાજાનો જે ગ્રંથ વાંચીને તે પુનઃ જિનવચનમાં પક્કા શ્રદ્ધાવાન બન્યા હતા તે ગ્રંથ એટલે શ્રી લલિતવિસ્તરા'.
ચૈત્યવંદનની વિધિમાં અનિવાર્ય અવશ્ય અને પૌષધ ઉપધાનમાં વારંવાર જે “નમુત્યુ' સૂત્ર બોલવામાં આવે છે તે નમુસ્કુર્ણ” સૂત્રની વૃત્તિનું બીજાં નામ છે “શ્રી લલિતાવિસ્તરાઈ
આ અભૂતપૂર્વ અનુપમ ગ્રંથ પરમાત્મા અને પરમાત્મદશા ભર્યા ભર્યા પ્રકાશના પંજરૂપ છે તેથી ગુજરાતીમાં તેનું નામ આપ્યું “પરમતેજ' પરમ પરમાત્માએ વિશ્વને દીધેલ અપૂર્વ તેજ આ ગ્રંથમાં ગ્રંથસ્થ છે તેથી તેનું નામ “પરમતજી. પરમ એટલે શ્રેષ્ઠ. આ ગ્રંથ શ્રેષ્ઠ તત્ત્વો, યોગ અને આચાર વગેરેના તેજથી ઝળહળતો છે. તેથી તેનું ગુજરાતી નામાભિધાન પરમતેજ'. પરમપદ મોક્ષ અને પરમસુખ, નિરુપાધિક આનંદ પામવાના તેજસ્વી ઉપાયો ગ્રંથકારે આ ગ્રંથમાં બતાવ્યા હોવાથી તેનું નામ “પરમતેજ.’
આ મહાન ગ્રંથમાં ગ્રંથકાર મહર્ષિશ્રીએ મંગલમય ભક્તિ અનુષ્ઠાન “ચૈત્યવંદન' માં બોલતાં, “નમુત્યુસં' અરિહંત ચેઇયાણ' “લોગસ્સ', પુખરવર', સિદ્ધાણં બુદ્ધાણં અને જયવીયરાય’ સૂત્રોની વિવેચના કરી છે. અર્થગંભીર સૂત્રાત્મક વૃત્તિ પર પૂર્વાચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજે “પંચિકા' નામે સંક્ષિપ્ત વ્યાખ્યા લખી છે. વૃત્તિ એને વ્યાખ્યા બંને મૂળ સંસ્કૃત ભાષામાં છે. આ બંને સંસ્કૃત ગ્રંથ ઉપર પૂજય આચાર્યશ્રીએ પોતાની બોધગંભીર ગહન શૈલીમાં અનુભવપૂત વિવેચન કર્યું છે.
ગુજરાતી વિવેચનામાં ગ્રંથકાર મહર્ષિની મૂળ વૃત્તિ અને તેનું વિશદ પ્રશ્નશૈલીમાં વિવરણ છે.
લલિતવિસ્તરા' ગ્રંથ દેખીતી રીતે તો ટીકાગ્રંથ છે. પરંતુ તેનો સર્વાંગી અભ્યાસ પ્રતીતિ કરાવે છે કે તે એક બેનમૂન અને અજોડ મહાશાસ્ત્ર છે. શ્રી તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરતાં જે જે વિશેષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દરેક વિશેષણમાં કેવું ગહન, તાર્કિક તત્ત્વજ્ઞાન ગોપિત છે તેનું આ ગ્રંથમાં અનાવરણ કરાયું છે.
પરમતેજના પ્રથમ ભાગમાં “લોગપજજઅ-ગરાણું' સુધી સર્વગ્રાહી વિવેચના છે. ચૈત્યવંદનનું ફળ શું? ચૈત્યવંદન વગેરે વિધિપૂર્વક કરવાનો આગ્રહ શા માટે? નવકાર અને ૨૪ જિનનામથી મન સ્થિર કેમ બને ? ધર્મનો અધિકારી કોણ? ચૈત્યવંદનના અધિકારી કોણ? ઉચિત વૃત્તિ એટલે શું? ઉત્સર્ગ અને અપવાદ માર્ગ, અપુનર્બન્ધકનાં લક્ષણ, શુદ્ધ દેશના કઈ? ચૌદ ગુણસ્થાનક, પહેલાં દયા કેમ? જીવનમાં દયાનું સ્થાન, વિધિનું મહત્ત્વ, માર્ગાનુસારિના રૂપ ગુણો, ધર્મનું બીજ, ભાવ નમસ્કાર, ઈચ્છાયોગ, સામર્મયોગ, સમ્યકત્વના ૭ પ્રકારના વ્યવહાર, જીવાજીવાદિ સાત તત્ત્વોની આ પ્રથમ ભાગમાં સદાંત વિચારણા વિશદ રીતે કરવામાં આવી છે.
પરમ તેજ ભાગ-૨
આ બીજા ભાગમાં “નમુહુર્ણ'ના બાકીના પદોની વિચારણા પૂર્ણ થાય છે. અને “અરિહંત ચેઈયાણ, અન્નત્ય, લોગસ્સ, સવલોએ, પકખરવરદીવટઢ, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણ, જયવીયરાય” સૂત્રોનાં રહસ્યનું રસગંભીર વિવેચન છે.
આ બીજા ભાગમાં આ સત્રોની પદોની વિશદ વિચારણા કરી છે અનેકવિધ તત્ત્વોનું રહસ્ય છતું કરાયું છે. બહુ ઓછાને ખબર હશે કે ચૈત્યવંદનની સાધના સિદ્ધ કરવા માટે આદિ ધાર્મિકનાં તેત્રીસ કર્તવ્યો કરવાં જરૂરી છે. આ કર્તવ્યો અવશ્ય જાણવા યોગ્ય છે. વિચારવા યોગ્ય છે. અને આચરણમાં મૂકવા પણ તેટલા જ અનિવાર્ય છે.
પરમાત્મભક્તિપ્રેમી સહિત બુદ્ધિવાદી અને તર્કવાદીઓને પણ અધ્યયનથી પ્રસન્નતા થાય તેવી ગહન પ્રસાદી પરમતેજ વિવેચનામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. સમ્યક સાધનાની બહુમૂલ્ય માહિતી અને જૈનધર્મને સમજવા માટે ગાઈડ ભોમિયારૂપ પરમ તેજ ભાગ-૧ અને પરમ તેજ ભાગ - ૨છે.
સમગ્ર રીતે જોતાં શ્રી લલિતવિસ્તરામાં કેવા અશુ તવિષયો છે!દા. ત. પરમાત્માનું સાચું સ્વરૂ૫ ૨) પરમાત્માની ઉત્કૃષ્ટ સાધના ૩) જૈનધર્મની અનન્ય વિશિષ્ટતાઓ ૪) ઇતર દર્શનોની સમીક્ષા ૫) યોગ-અધ્યાત્મ માર્ગ ) આત્મ-ઉત્થાનના ૧૦ ગુણ....
For Private and Personal Use Only