________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનમતે સાંખ્ય-બૌદ્ધમતનું ખંડન )
સ્વીકાર કર્યાથી જ આવે. તે (એકાન્તે=) સર્વથા પરિણામવાદી યા સર્વથા ક્ષણિકવાદીને ન હોઇ શકે; કેમકે
(ટીા)
'तत्तथाऽभवनानुपपत्तेः '
અર્થાત્ ‘તસ્મિન્ તથાભવનં' અનુપપન્ન છે, આત્મામાં સર્વથા પરિણામીપણું યા સર્વથા ક્ષણિકપણું અસંગત છે. અ-ઘટમાન છે, ઘટી શકતું નથી.તે આ રીતે, કે જો આત્મા સર્વથા યાને એકાન્તે પરિણામી જ હોય, એટલે કે મનુષ્યાત્મા, દેવાત્મા, તિર્યંચાત્મા વગેરે જો આત્માના પરિણામમાત્ર હોય, પણ જુદી વસ્તુ નહિ, તો તો ‘મૂળ તો આત્મા જ જેવો છે તેવો ઊભો રહ્યો ! મનુષ્યપણું દેવપણું વગેરે થવાથી નવું કશું ન આવ્યું.... યાવત્ મોક્ષ થાય તો ય નવું કશું ન આવ્યું !' એ કાંઇ સંગત ન થાય, યુક્તિયુક્ત ન કહેવાય. અગર જો કહો કે નવનવા પરિણામ આવ્યાં,' તો તો આ જ કહી રહ્યા છો કે ‘માત્ર મૂળ દ્રવ્ય સ્થાયી, બાકી એના પરિવર્તન પરિણામ-પર્યાયફરતા.' તો આ તો જૈનદર્શનનો અનેકાંતવાદ જ સ્વીકાર્યો ! એમ એકાન્ત ક્ષણિકવાદમાં પણ ‘આત્મા જ તે તે અવસ્થા પામે છે,' એ ન ઘટી શકે, કેમકે આત્મા તો ઊભો જ નથી, પછી એ પામે છે કેમ કહેવાય ? આત્માને એકાન્તે ક્ષણિક માનવામાં,
ક્ષણિકવાદે કૃતનાશ અને અકૃતઆગમની આપત્તિ આવે.
‘કૃતનાશ' એટલે કે કરેલ કૃત્ય ફળ આપ્યા વિના નષ્ટ થયું, કેમકે દા.ત. આ ક્ષણે આત્માએ કશું અહિંસાદિ શુભ કાર્ય કર્યું, યા હિંસાદિ અશુભ કાર્ય કર્યું, એનું ફળ સુખ કે દુઃખ ભોગવનાર કોણ ? કેમકે આ કૃત્ય કરનાર આત્મા તો ક્ષણિક એટલે બીજી ક્ષણેજ નાશ પામી ગયો ! તો એ નૃત્ય એના કરનારને ફળ આપ્યા વિના નષ્ટ થયું ગણાય. ‘અકૃત-આગમ' એટલે કે પોતે નહિ કરેલ કર્મનું ફળ આવવું તે. સંસારી આત્માને આ ક્ષણે કોઇ ને કોઇ સુખ કે દુઃખનો ભોગવટો તો થાય જ છે. એ સુખ-દુઃખરૂપી ફળનું કારણ પૂર્વે કરેલ કોઇ શુભ-અશુભ કૃત્ય છે. પરંતુ એ
( ૨૦૯
પૂર્વ કૃત્ય કરનાર તો, જુદો જ ક્ષણિક આત્મા હતો, એનું ફળ આ ક્ષણનો ક્ષણિક આત્મા ભોગવે, એટલે એને સ્વયં અકૃતનું અર્થાત્ અકૃતના ફળનું આગમન થયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણિકવાદે બીજા દોષ ઃ
એકાન્ત ક્ષણિકવાદમાં આટલો જ દોષ નથી, કિન્તુ કાર્ય-કારણભાવની વ્યવસ્થા ય ન બની શકે એ ય મોટો દોષ છે. કેમકે પૂર્વ ઉત્તર કાળમાં કોઇ એક જ માણસ જુએ કે ‘પૂર્વે આ કારણ હાજર હતું, અને પછી આ કાર્ય થયું,' તો એ કાર્યકા૨ણ-ભાવનું ધોરણ બાંધી શકે. પણ એકાન્ત ક્ષણિકવાદમાં કોઇ એક માણસ જોનારો આવો દ્વિત્રિક્ષણ-સ્થાયી હોઇ શકે જ નહિ.
વળી એ પણ દોષ છે કે ‘ઉપાદાન-ઉપાદેય ભાવની વ્યવસ્થા ય થઇ શકે નહિ.' કેમકે ઉપાદાન' તો તે છે જે
'यम् उपादीय कार्यम् अवतिष्ठते तद् उपादानम्'
જેને એકરૂપ વળગીને કાર્ય ૨હે તે ઉપાદાન.
દા.ત. ઘડો માટીને એકરૂપ વળગીને રહે છે, માટે માટી એ ઘડાનું ઉપાદાન. એકાન્ત ક્ષણિવાદમાં આ બની શકે નહિ; કેમકે એક ક્ષણથી વધારે કોઇ રહી જ શકતું નથી.
પ્ર તો બૌદ્ધમતવાળા ઉપાદાન શી રીતે માનતા
હશે ?
– એ પૂર્વક્ષણ ને પૂર્વ ક્ષણની વસ્તુને ઉપાદાન કહે છે. પરંતુ એમાં તો પૂર્વક્ષણમાં જગતમાં પાર વિનાની વસ્તુ છે. એમાંથી અમુક જ ઉપાદાન એ નિયમ શે બને ? તાત્પર્ય,
આત્મામાં એકાન્ત ક્ષણિકતા સર્વથા ક્ષણિકતા ઉ૫પન્ન સંગત થઇ શકતી જ નથી.
આમ સર્વથા પરિણામિતાનો યા સર્વથા ક્ષણિકતાનો સ્વીકાર અર્થાત્ એનું દર્શન; એની દ્દષ્ટિ, અસત્ છે, મિથ્યા છે; એટલે એનામાં સમ્યગ્ દૃષ્ટિવિશેષ હોઇ શકે નહિ. કેમકે આત્મામાં તેવો
For Private and Personal Use Only