________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૨)
આત્મા ઉત્પન્ન થયો કહેવાય, છતાં પણ આત્મા દ્રવ્યષ્ટિએ એટલે કે આત્મ-દ્રવ્ય તરીકે તો બંને અવસ્થામાં ઊભો જ છે, સ્થાયી છે, સ્થિર છે; ન ઉત્પન્ન ન નષ્ટ. એટલે આ આવ્યું કે આત્મા દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે, અને પર્યાયષ્ટિએ અનિત્ય છે; ક્ષણે ક્ષણે પલટાતા પર્યાયોની દૃષ્ટિએ ક્ષણિક છે, અનિત્ય છે.
દૃષ્ટિ એટલે નય ઃ
આ દ્દષ્ટિને નય કહે છે, એમાં દ્રવ્યદૃષ્ટિ એટલે કે દ્રવ્યાર્થિક નય, દ્રવ્યાસ્તિક નય; અને પર્યાયષ્ટિ એટલે પર્યાયાર્થિક નય, પર્યાયાસ્તિક નય. દ્રવ્યાર્થિક નયથી એ અનિત્ય છે. આમ નિત્ય તરીકે વિચારીએ, નિત્યતાનો વિષય લઇએ, ત્યારે દ્રવ્યાર્થિક નય લાગુ થાય; અને નિત્ય તરીકે જોઇએ, અનિત્યતા વિષય તરીકે લઇએ ત્યારે પર્યાયાર્થિક નય લાગુ થાય. જોવાની વસ્તુ એક જ છે, પરંતુ એ નિત્ય-અનિત્ય બે સ્વરૂપની હોવાથી એને જોવાની દૃષ્ટિ બે બને છે, દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદૃષ્ટિ. દ્રવ્યદ્દષ્ટિએ જોઇએ ત્યારે નિત્ય દેખાય,દ્રવ્યાર્થિક નયથી નિત્ય,પર્યાયાર્થિક નયથી અનિત્ય. એમ જેને જુદા જુદા નયનો ખ્યાલ છે, એ એક જ વસ્તુમાં તે તે નયને અવલંબીને તેવો તેવો ધર્મ માને; એમાં કાંઇ ખોટું નથી. તે તે નયના તે તે વિષય નિશ્ચિત થઇ ગયેલા છે. એટલે એકજ વસ્તુમાં ભિન્ન ભિન્ન નયથી તેના તેના વિષય તે તે વસ્તુના ધર્મરૂપે માનવામાં આવે, એમાં કાંઇ દર્શનભેદ થયો ન ગણાય.
એ તો દર્શન-ભેદ તેને લાગુ થાય છે, કે જે એક નયથી સિદ્ધ થતો એક ધર્મ તો માને, પરંતુ ત્યાંજ બીજા નયથી સિદ્ધ થતો ધર્મ ન માને દા. ત. સાંખ્યદર્શન, ન્યાયદર્શન વગેરે માને. છે કે ‘આત્મા નિત્ય એટલે બસ નિત્ય જ; એ અનિત્ય હોઇ શકે જ નહિ' ભલે પછી પર્યાયષ્ટિએ એ અનિત્ય હોય તો ય આત્માને અનિત્ય માનવાનો જ નહિ. આ મિથ્યા દર્શનકારની સ્થિતિ છે. એમ બીજાને (બૌને) પર્યાયષ્ટિથી સિદ્ધ થતો માત્ર ક્ષણિકત્વ ધર્મ માનવો છે, પણ દ્રવ્યદૃષ્ટિથી સિદ્ધ થતો નિત્યત્વ ધર્મ માનવો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
જ નથી. તો આ બેનાં દર્શન ભિન્ન પડયા ત્યાં દર્શન-ભેદ આવ્યો કહેવાય.
જૈન મતમાં તો જે આત્મા એક નયદૃષ્ટિથી નિત્ય છે, એ જ આત્મા જુદા નયથી અનિત્ય પણ જ. એટલે એમાં એવો કોઇ દર્શનભેદ નથી, એટલે કે પરસ્પર ટકરાતી નિરનિરાળી માન્યતાઓ નથી. માટે નિશ્ચિતપણે કહી શકાય કે સ્થિરા વગેરે ઉપરની ચાર દૃષ્ટિવાળા યોગીઓને આ દર્શનભેદ યાને દર્શન ભિન્ન ભિન્ન હોતું નથી, કેમકે વિષયના અનુસારે નયવિશેષ લગાડીને એનો બોધ કરે છે,એટલે પરસ્પર વિરોધ રહેતો નથી. તે તે નયદ્દષ્ટિથી તે તે પ્રમાણે માનવાનું યુકિતયુકત જ હોય છે; કેમકે વસ્તુસ્થિતિ જ તે તે પ્રમાણે છે. આનું પરિણામ કેવું સુંદર ? તે હવે બતાવે છે.
(टीका) प्रवृतिरप्यमीषां परार्थ, शुद्धं बोधभावेन विनिवृत्ताग्रहा मैत्र्यादिपारतन्त्र्येण गम्भीरोदाराशयत्वात, चारिचरिकसंजीवन्यचरकचारणनीत्येति, अलं પ્રસન ।
અર્થાત્ આ (સ્થિરાદિ દ્દષ્ટિવાળા)ની પ્રવૃત્તિ પણ પરહિતની હોય છે, કેમકે એમને વિશુદ્ધ બોધને લઈને દુરાગ્રહ ન હોવાથી મૈત્રી આદિભાવોની પરતન્ત્રતા આવી હોય છે, ને તેથી જ એ ગંભીર અને ઉદાર આશયવાળા બનેલા હોય છે. (એટલે સહજ છે કે એ ) સંજીવની વનસ્પતિનો ચારો સ્વયં નહિ ચરનાર (બળદ બની ગયેલ પતિ)ને એ ચરાવવાની પદ્ધતિથી પરાર્થ-પરહિતના સાધક હોય છે. પ્રાસંગિક પત્યું.
ભાવાર્થ :
અહીં ગ્રંથકાર પોતે જ ટીકાકાર છે. એ મૂળ ગ્રંથમાં કહેવા ઉપરાંત ટીકાગ્રન્થમાં યોગદૃષ્ટિ સંબંધમાં અદ્ભુત પ્રકાશ પાથરે છે, જે જાણવું અત્યંત જરૂરી છે, જેથી એને ક્રિયાધર્મ અને વ્રતનિયમ-ધર્મમાં જોડી શકાય. યોગદ્દષ્ટિના પ્રકાશથી ઉજ્જવલિત ધર્મક્રિયા–વ્રતનિયમો મહાન પ્રભાવવંતો ભાવધર્મ બને છે. અહીં પહેલાં સંક્ષેપમાં જોઇએ કે ‘પ્રવૃત્તિરપિ
For Private and Personal Use Only