________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મસંન્યાસયોગસંન્યાસ)
www.kobatirth.org
ક્ષપકશ્રેણિ એટલે ? :
સામર્થ્યયોગમાં ઉત્કૃષ્ટ ધર્મધ્યાનની ઉપર શુકલધ્યાન આવે છે. એ એક એવો જબરદસ્ત દાવાનલ સમાન છે, કે એમાં ધાતીકર્મરૂપી લાકડાં બળીને ભસ્મીભૂત થઇ જાય છે! એમાં પહેલાં મોહનીય કર્મોનો ક્રમશઃ ક્ષય થતો આવે છે. આ ક્ષયની પ્રક્રિયાને ક્ષપણા કહે છે. આ પ્રક્રિયામાં ઉત્તરોત્તર થતો ક્ષય એ સોપાન પગથીયા છે, અને એ સોપાનોની એક શ્રેણિ યાને નિસરણી બને છે. એટલે ક્ષપણાની આખી પ્રક્રિયા ‘ક્ષપકશ્રેણિ' કહેવાય છે એમાં જે સર્વોચ્ય ધ્યાનનો ધર્મવ્યાપાર કામ કરી રહ્યો છે એ સામર્થ્યયોગ છે- સામર્થ્યપ્રધાન ધર્મયોગ છે.
આ સામર્થ્યયોગ પહેલું તો ક્ષપકશ્રેણિ દ્વારા મોહનીય કર્મને સંપૂર્ણ ક્ષીણ બનાવીને અર્થાત્ આત્માને ક્ષીણમોહ બનાવીને જ જંપે છે, અને પછી તરતમાં જ અલ્પકાળમાં બાકીના જ્ઞાનાવરણીયાદિ ત્રણ ધાતીકર્મોનો સર્વથા સંપૂર્ણ ક્ષય કરીને વિરમે છે; જયારે આયુષ્યકર્મ અતિ અલ્પ બાકી હોય ત્યારે દ્વિતીય સામર્થ્યયોગ યોગનિરોધ અને શૈલેશીકરણની પ્રક્રિયા કરે છે, જેથી અયોગિ કેવલિત્વરૂપ મોક્ષનો અંતિમ ઉપાય અસ્તિત્વમાં આવે છે, અને એમાં સમસ્ત ચારે ય અઘાતી કર્મોનો ક્ષય માત્ર પાંચ સ્વાક્ષરના ઉચ્ચારણ જેટલા કાળમાં જ બની આવી સર્વકર્મ ક્ષયરૂપ મોક્ષપદ પ્રાપ્ત થાય છે. તેથી કહ્યું કે સામર્થ્યયોગ સર્વજ્ઞત્વાદિનું આદિ પદથી અયોગિ કેવલિત્વનું સાધન છે. અમોઘ અને અનન્ય ઉપાય છે. ધર્મસંન્યાસ-યોગસંન્યાસ
હવે અહી સામર્થ્યયોગના એ બે પ્રકારોના નામે ૯ મી ગાથા કહે છે, -
દ્વિધાયં ધર્મસંન્યાસ-યો-સંન્યાસસંશિતઃ । क्षायोपशमिका धर्मा, योगाः कायादि कर्म तु ॥९॥ અર્થાત્ સામર્થ્યયોગ બે પ્રકારે છે; - (૧) ધર્મસંન્યાસ નામનો, અને
(૨) યોગસંન્યાસ નામનો.
ગાથામાં ‘સંશિત:' પદ છે. એનો અર્થ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧
સંજ્ઞાવાળો. ‘સંજ્ઞા’ એટલે જે વસ્તુ જેનાથી સમ્યક્ રૂપે જે જ્ઞાત થાય, જણાય, ઓળખાય તે. એ શું છે ? તો કે વસ્તુનું નામ. એ નામ કોઇ બોલે એટલે એ સાંભળીને શ્રોતાને એ નામની વસ્તુનો સાચો બોધ થાય છે, વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. દા.ત. બાપનું નામ કોઇ બોલે તો એ સાંભળીને પુત્રને પોતાના બાપનો ખ્યાલ આવે છે. માટે બાપનું નામ એ બાપની સંજ્ઞા કહેવાય.
પ્રસ્તુતમાં સામર્થ્યયોગના બે પ્રકારના નામ કહીને એનાથી ધર્મ-સન્યાસ નામનો સામર્થ્યયોગ અને યોગ સંન્યાસ નામનો સામર્થ્યયોગ-એમ બે પ્રકારે સામર્થ્યયોગ બતાવ્યો.
અહીં ધ્યાનમાં રહે કે જેમ પૂર્વના ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ એ ઇચ્છાપ્રધાન ધર્મયોગ અને શાસ્ત્રપ્રધાન ધર્મયોગ છે, એમ સામર્થ્યયોગ એ પણ સામર્થ્ય પ્રધાન ધર્મયોગ જ છે, કિન્તુ એ બેથી ઉપરની કક્ષાનો ધર્મયોગ. તેથી સામર્થ્ય-યોગની કક્ષાના ધર્મયોગ યાને ધર્મપ્રવૃત્તિનાં જ આ બે સ્વરૂપ થયાં, (૧) ધર્મસંન્યાસ અને (૨) યોગસંન્યાસ. તાત્પર્ય, ધર્મસંન્યાસ એ એક ઉચ્ચ કોટિનો ધર્મયોગ છે, અને યોગસંન્યાસ એ વળી એની ઉપરનો ઉચ્ચકોટિનો ધર્મયોગ છે.
અહીં ‘સંન્યાસ’ શબ્દનો અર્થ ‘ત્યાગ’ થાય છે. માટે તો સંસારનો ત્યાગ કરી જનારને સંન્યાસી કહેવાય છે. એ સાંસારિક ધર્મોનો ત્યાગ કરે છે, ત્યારે અહીં ધર્મ-સંન્યાસમાં ધર્મ તરીકે ક્ષાયોપશમિક ધર્મો લેવાના છે, જેવા કે ક્ષમા આદિ અને યોગ-સંન્યાસમાં યોગ તરીકે કાયોત્સર્ગકરણ આદિ કાયાદિની ક્રિયા લેવાની છે. એ ધર્મ અને યોગનો ત્યાગ કરવાનો છે. એટલે કે સામર્થ્યયોગ બે પ્રકારે, ૧. ક્ષાયોપશમિક ધર્મોનો ત્યાગ, તથા ૨. કાયાદિ યોગોનો ત્યાગ. અહીં એક પ્રશ્ન થાય, -
-
પ્ર0 - શું ધર્મયોગ યાને ધર્મનો યોગ એ ધર્મ ? કે ધર્મનો ત્યાગ એ ધર્મ ? ધર્મ સંન્યાસનો અર્થ તો ધર્મનો ત્યાગ થાય, એ ધર્મ કેમ બને ?
ઉ– અહીં ‘ધર્મયોગ' પદમાં ધર્મ' શબ્દનો અર્થ સમજી રાખવા જેવો છે.
For Private and Personal Use Only