________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૦)
માન્યતાની પકડ છે કે ‘બીજાને સારૂ મળવું જ કેમ જોઇએ ? બીજાની મહાનતા થવી શા માટે જોઇએ.?'' આ ખોટી પકડ એ અસદ્ આગ્રહ છે, ને તેથી પ્રમોદભાવના સ્થાને ઇર્ષ્યા કરે છે, ખાર-અસૂયા-અસહિષ્ણુતા રાખે છે. શુદ્ધ બોધના વાંધા, એટલે આવા આવા અસદ્ આગ્રહ મૂકતા નથી, ને તેથી મૈત્રી આદિ પવિત્ર ભાવોને પરતંત્ર રહેવાનું બનતુ નથી એટલે અહીં ઠીક જ કહ્યું કે, શુદ્ધ બોધ આવે ત્યાં અસદ્ આગ્રહો નિવૃત થઇ જાય, અને એ નિવૃત થઇ જવાથી મૈત્રી આદિ ભાવોની પરતંત્રતા આવે.
હવે મૈત્રી પ્રમોદ કરુણા એ ત્રણ શુભ ભાવ ઉપરાંત ચોથો ભાવ છે ઉપેક્ષાભાવ, યાને પર દોષની ઉપેક્ષા.
--
અસદ્ આગ્રહ ત્યાં ઉપેક્ષાભાવ નહિ ઃઅસદ્ આગ્રહો, સ્વાર્થનો આગ્રહ, આપમતિનો અને અતાત્ત્વિક બાબતોનો આગ્રહ, એ મૈત્રી આગ્રહ, આદિ ત્રણ શુભભાવને નથી આવવા દેતો, અગર નથી ટકવા દેતો. એમ ચોથો શુભભાવ જે ઉપેક્ષાભાવ, એ જે ઉપેક્ષાભાવને પણ નથી આવવા દેતો, કે નથી ટકવા દેતો. પરના દોષ પ્રત્યે આખમિંચામણાં કરી એની ચિંતા ન કરવાનું નથી બનતું. વાસ્તવમાં,
સુખમય અને શુભમય જીવનની આ એક ઉત્તમ ચાવી કે પર દોષ દેખાવા છતાં મન પર નહિ લેવા.
ઉપેક્ષાભાવમાં બીજાના દોષો, બીજાની ક્ષતિઓ- ત્રુટિઓ ભૂલો હલકાઇ વગેરે પ્રત્યે ઉપેક્ષા કરવાની આવે; એના પ્રત્યે આંખ-મિંચામણા કરવાના આવે; એને મન પર નહિ લેવાના.
પ્ર- પણ પરદોષ દેખાઇ જાય એટલે મન પર તો આવે જ ને ?
ઉ ના, એવો નિયમ નથી કે દેખાઇ જાય એ બધું મન પર આવે જ. એમ તો સામે આંખ નાખો ત્યાં ઘણું ય બધું દેખાઇ જાય છે, પરંતુ તે બધુંય થોડું મન પર આવે છે ? એ તો જે મન પર લેવું હોય તેજ મન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદ્દષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
પર આવે છે. કૃષ્ણ મહારાજાની ગુણદૃષ્ટિની પરીક્ષા કરવા દેવે એમની સવારીના રસ્તાની બાજુમાં કૂતરીનું કોહી ગયેલું દુર્ગંધમય મડદું વિક્ર્વીને મૂકયું. કૃષ્ણજીની સાથેના બીજાઓ નાકે ડુચો દેઇ ‘હટ્ ! કેવું કોહેલું ને કીડા ખદબદતું મડદું !' કહી ચાલ્યા. કૃષ્ણ વાસુદેવ અહો ! આ મડદામાં સફેદ દંતપંકિત કેવી મોતીના દાણા જેવી શોભી રહીં છે !' બોલતાં ચાલ્યા આગળ. મડદામાં તો બધુંય દેખાતું હતું, પરંતુ જેને મન પર જે લેવું હતું તે લીધું. બીજાઓ દોષદર્શી હતા, તેથી એમણે કીડા અને કોહવાટ લીધા, અને કૃષ્ણ મહારાજા ગુણપ્રેક્ષી હતા, તેથી એમણે મન પર સફેદ દાંતની પંક્તિ લીધી; પણ કીડા-કોહવાટ ન લીધા ! બસ, ઉપેક્ષાભાવમાં મન પર બીજાના દોષ નથી લેવાના. હવે અહીં પ્રશ્ન છે, કે
અસદ્ આગ્રહ ત્યાગ અને ઉપેક્ષા ભાવને શો સંબંધ?
પ્ર આ ઉપેક્ષાભાવને અને અસદ્ આગ્રહ ત્યાગને શો સંબંધ કે અસદ્ આગ્રહ છોડી દેવામાં આવે તો જ ઉપેક્ષાભાવ આવે ?
ઉ– સંબંધ આ છે, કે જીવને અનંત અનંત કાળથી આ કુટેવ છે એટલે કે જાણે આગ્રહ છે કે પોતાનું સારું જ જોવું, અને બીજાનું હલકું જ જોવું; પોતાના ગુણ જ જોવા અને બીજાના દોષ જોવા. કદાચ પરનો ગુણ જોશે, તો ય સાથે દોષ પર દૃષ્ટિ લઇ જશે ! દા.ત. ‘ફલાણાભાઇ તપસ્વી ખરા, પણ એમને ગુસ્સો બહુ...' ભાઇ દાન તો દે છે, પરંતુ અભિમાની છે.’- ‘આ પરદોષ-પ્રેક્ષણનો અસ ્ આગ્રહ મારે છોડી દેવો જ છે' એવો મન પર નિર્ધાર કરી એને છોડી દે, તો જ પછી સહેજે બીજાના દોષ-ક્ષતિ-ભૂલ પ્રત્યે ઉપેક્ષાભાવ આવે.
પ્ર~ પણ આ અનંત અનંત કાળનો અભ્યસ્ત પરદોષ-પ્રેક્ષણનો અસદ્ આગ્રહ છૂટે શી રીતે ?
ઉ એ અસદ્ આગ્રહ છૂટે શુદ્ધ બોધથી, સર્વજ્ઞ-વચનથી. જયારે જાણ્યું કે ‘૫૨દોષ જોવામાં નીચગોત્ર કર્મ બંધાય, પરભવે ઢેડ ભંગીના કે કૂતરા ગધેડાના અવતાર મળે,’ તો એ બોધથી સહેજે પોતાને
For Private and Personal Use Only