________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમ્યક્ત્વના ૬૭ વ્યવહાર )
કરેલ જિનપ્રતિમા, આ ત્રણને (૧-૨) વંદન-નમન, (૩-૪) આલાપ-સંલાપ- કે (૫-૬) દાન-પ્રદાન એ છ વાનાં ન કરવા. આથી સમકિતની જતના-રક્ષા થાય છે.
(‘વંદન'= હાથ જોડવા, ‘નમન' = સ્તુતિ આદિથી પ્રણામ, ‘આલાપ‘=વગર બોલાવ્યા સન્માનથી બોલાવવું, ‘સંલાપ’=વારંવાર વાર્તાલાપ, ‘દાન'=પૂજય તરીકે સત્કાર-બહુમાનથી અન્નાદિ દેવા, ‘પ્રદાન’=ચંદન-પુષ્પાદિ પૂજા સામગ્રી ધરવી, યા યાત્રા-સ્નાન વિનય-વૈયાવચ્ચાદિ કરવા.)
૨.
૬ ભાવના : સમ્યક્ત્વને ટકાવવા માટે એને ‘મૂલં-દાર-પઇઠાણું, આહારો-ભાયણું-નિહી’ એ છ ભાવના આપવી જોઇએ. દા. ત. સમ્યક્ત્વ એ બારવ્રતરૂપી શ્રાવક ધર્મનું (૧) મૂળ છે, (૨) દ્વાર છે, (૩) પાયો છે, (૪) આધાર છે, (૫) ભાજન (પાત્ર) છે, (૬) ભંડાર (તિજોરી) છે. સમ્યક્ત્વ-મૂળ સલામત વિના ધર્મવૃક્ષ સુકાઇ જાય. સમ્યક્ત્વરૂપી દરવાજા વિના દાનાદિધર્મ-નગરમાં પ્રવેશ ન થઇ શકે. ૩. સમ્યક્ત્વના સારા પાયા વિના વ્રતાદિધર્મ-ઇમારત ન ટકે, કે ન ઊંચી કરાય. ૪. સમકિતરૂપી પૃથ્વી-આધાર ઉપર જ ધર્મ-જગત ઊભું રહે છે. ૫. સિંહણનું દૂધ જેમ સુવર્ણપાત્રમાં જ ટકે, તેમ વ્રત-અનુષ્ઠાન-દાનાદિ આંતરિક ધર્મ એ સમ્યગ્દર્શનરૂપી પાત્રમાં જ ટકે છે. ૬. મણિ-માણેક-મોતી જેમ ભંડારમાં સુરક્ષિત રહે છે, તેમ દાનાદિધર્મ સમકિતરૂપી તિજોરીમાં જ સુરક્ષિત રહે છે. એ પ્રમાણે વ્રતધર્મ માટે સમ્યક્ત્વ પહેલું જરૂરી છે, એ ભાવવું.
ક
૬. સ્થાન : સમ્યક્ત્વને રહેવા માટે છ સ્થાન છે. તેને વિચારીને મનનાં એ સ્થાન નક્કી રાખ્યા હોય તો જ સમ્યક્ત્વ રહી શકે. (૧) આત્મા એ દેહથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છે. (૨) એ નિત્ય છે, સનાતન છે. કોઇએ બનાવ્યો નથી ને કયારેય પણ નાશ પામતો નથી. (૩) આત્મા કર્મનો કર્તા છે, મિથ્યાત્વાદિ કારણે કર્મ ઊપાર્જે છે. (૪) વળી એ સ્વોપાર્જિત કર્મનો ભોકતા છે, પોતાને પોતાનાં કર્મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭
ભોગવવાં પડે છે. (૫) આત્માનો મોક્ષ પણ થઇ શકે છે. ‘સંસાર અનાદિ કાળાથી ચાલ્યો આવે છે, માટે એનો અંત અને મોક્ષ જ ન થાય,' એવું નથી. (૬) મોક્ષના સાચા ઉપાય પણ છે, - દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ.
૮. પ્રભાવનાઃ જનતામાં જૈનશાસનની પ્રભાવના કરે એવી પ્રાવચનિકતા, ધર્મકથકતા વગેરે આઠ વિશેષતાઓથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે, માટે એને ય અહીં ૬૭ વ્યવહારમાં ગણેલ છે. એવી વિશેષતાવાળા આઠ છે. (આ આઠના પ્રથમાક્ષર પ્રાક્કવિ નૈવાસિત) (૧) પ્રાવચનિક (પ્રવચન= દ્વાદશાંગી) = તે તે કાળમાં ઉપલબ્ધ સર્વ આગમોના પ્રખર અભ્યાસી; (૨) ધર્મકથા-આક્ષેપિણી, વિક્ષેપણી, સંવેગજનની અને નિર્વેદકારિણી એ ચાર ધર્મકથામાં કુશળ; (૩) કવિચમત્કારિક વિશિષ્ટ ઉત્પ્રેષાદિભર્યા કાવ્ય શીઘ્ર રચી શકે તે; (૪) વિદ્યાવાન=પ્રજ્ઞપ્તિ આકાશગામિની વગેરે વિઘા જેને સિદ્ધ છે તે; (૫) નૈમિત્તિક=ભૂત-ભવિષ્ય જાણી શકે એવા નિમિત્ત શાસ્ત્રમાં નિષ્ણાત; (૬) વાદી= પરમતખંડન-સ્વમતસ્થાપનકારી વાદની લબ્ધિવાળા; (૭) સિદ્ધ=ચમત્કારિક પાદલેપ, અંજન ગુટિકા, વગેરેના જાણકાર; અને (૮) તપસ્વી = પ્રભાવક તપસ્યાવાળો.
૧૦ વિનય : સમકિતી આત્મા (૧-૫) પંચ પરમેષ્ઠી, અને (૬) ચૈત્ય, (૭) શ્રુત, (૮) ધર્મ, (૯) પ્રવચન, (૧૦) દર્શન, એ દશનો વિનય કરે. (ચૈત્ય=જિનમૂર્તિ-મંદિર, શ્રુત=આગમ, ધર્મ=ક્ષમાદિ યતિધર્મ, પ્રવચન=જૈન શાસન સંઘ, દર્શન=સમકિત-સમકિતી. એ વિનય પાંચ રીતે ૧. બહુમાન પૂર્વક વિનય-ભકિત, ૨. વસ્તુ-અર્પણથી પૂજા, ૩. ગુણ-પ્રશંસા, ૪. નિંદાનો ત્યાગ, અને ૫. આશાતનાનો ત્યાગ.
આ ૬૭ પ્રકારનો વ્યવહાર પાળવાથી, સમ્યક્ત્વનો આત્મપરિણામ પ્રાપ્ત ન હોય તો પ્રાપ્ત થાય છે; અને પ્રાપ્ત હોય તો વધુને વધુ નિર્મળ બને છે.
For Private and Personal Use Only