________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આદ્ય ૪ દૃષ્ટિમાં દર્શનભેદ )
તરતમતા પડે છે. દા.ત.
રાત્રિનો સમય હોય, એમાં વળી આકાશમાં ઘેરા વાદળ આવી ગયા હોય, એટલે તારા પણ દેખાય નહિ, ત્યારે ત્યાં જે અતિ આછું વસ્તુદર્શન થાય એના કરતાં વાદળ વિનાની રાત્રિમાં કંઇક વધુ સ્પષ્ટ દર્શન થાય. ત્યારે રાત્રિ કરતાં દિવસે વધુ સ્પષ્ટ દર્શન થાય. એમાં પણ દિવસે મેઘ-વાદળ હોય તો ય નિર્દેધ રાત્રિ કરતાં વધુ સ્પષ્ટ દર્શન થાય છે, પણ મેધ વિનાના દિવસ કરતાં ઓછું સ્પષ્ટ દર્શન થાય છે. ત્યારે દિવસે જો મેઘ ન હોય તો તો એથી ય વધુ સ્પષ્ટ દર્શન થાય છે. વળી નિર્મેઘ દિવસ છતાં જો મન કોઇ ગ્રહ-ભૂત-વળગાડથી પકડાયું હોય તો જે વસ્તુદર્શન થાય, એના કરતાં ગ્રહથી મુકત મન હોયે વધુ સ્પષ્ટ દર્શન થાય છે. એવું પણ દર્શન બાળક કરે એના કરતાં પુખ્ત વયવાળો કરે તો એનું વસ્તુદર્શન વિશેષ સ્પષ્ટ થવાનું. એમાં ય જે પુખ્ત ઉંમરવાળાને આંખમાં ઝાંખાશનો કોઈ દોષ હોયે એને જે વસ્તુદર્શન થશે, એના કરતાં નિર્મળ આંખવાળાને વધારે સ્પષ્ટ દર્શન
વસ્તુદૃષ્ટિ-ભેદની જેમ તત્ત્વ-સ્વીકાર ભેદ :
અનેક દર્શનકારોમાં ભિન્ન ભિન્ન તત્ત્વોનો સ્વીકાર કેમ થયો, એ દ્દષ્યન્તથી બતાવવા કહે છે, - (ટીજા-) यथैष दृष्टिभेद एकस्मिन्नपि દૃશ્ય चित्रोपाधिभदात्, तथा પારણોડિજિ મેરે क्षयोपशमवैचित्र्यताश्चत्रः प्रतिपत्तिभेद इति ।
આદ્ય ૪ દૃષ્ટિમાં કેમ દર્શન ભેદ ?
અર્થાત્ જેવી રીતે સામે કોઇ એક જ દ્દશ્ય વસ્તુમાં જુદાં જુદા પ્રકારના નિમિત્તોને લઇને ત્યાં જુદા જુદા પ્રકારની બાબતોને લઇને એના દર્શનમાં ભેદ પડે છે, તેમ પરલોક સંબંધી (આત્મા-પરમાત્મા, શુભાશુભ-ભાગ્ય.. વગેરે)પ્રમેય પદાર્થ અંગે જુદા જુદા પ્રકારના ક્ષયોપશમને લઇને એના સ્વીકારવામાં ભેદ પડે છે.
દા.ત. કોઈ નવું મકાન જોવા અનેક માણસો ભેગા થયા, તો મકાનમાં અનેક બાબતો છે, એમાંથી જોનારને અમુક અમુક બાબતને લઇને જુદું જુદું દર્શન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાનું.
ખૂબી જૂઓ—આ બધા ય દર્શન કરનારને જોવાની વસ્તુ એક જ છતાં દર્શન વિવિધ જાતના જાય છે ! એનું કારણ ? આ જ કે દર્શનની પાછળ જુદા જુદા નિમિત્ત કામ કરી રહ્યાં છે. દા.ત. તદ્દન મંદ દર્શન કરનારને રાત્રિ ઉપરાંત વાદળ નડી રહ્યા છે, ત્યારે બીજાને વાદળ વિનાની રાત્રિ મળી છે.
(૧૪૭
જેમ આ ઓધદ્દષ્ટિવાળામાં લૌકિક વસ્તુ અંગે ભિન્ન ભિન્ન દર્શનો થાય છે, તથા યોગ દ્દષ્ટિવાળાને પણ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમની વિચિત્રતાથી એક જ પારલૌકિક પદાર્થ અંગે જુદી જુદી જાતના બોધ થાય છે. દા.ત. પરમાત્માની મૂર્તિ
પરમાત્મદર્શન એ પારલૌકિક પદાર્થ છે. એમાં જેનો ક્ષયોપશમ ઓછો હોય એને જે પ્રભુદર્શન થાય, એના કરતાં વધુ ક્ષયોપશમવાળો વિશેષ સ્પષ્ટ દર્શન કરી શકે.
થાય છે, દા.ત. કોઇ જુએ છે કે ‘આ મકાનમાં રંગ સરસ કર્યો છે !' કોઇ જુએ છે કે ‘આમાં ફરસી સારી નાખી છે !' તો કોઇ વળી સિલિંગ સારી આકર્ષક હોવાનું જુએ છે. કોઇ વળી હવાની દ્દષ્ટિએ, તો કોઇ અજવાળાની દૃષ્ટિએ જુએ છે. મકાન એક છતાં જોના૨ના દર્શનમાં ભેદ પડે છે, એનું કારણ આ જ છે કે દૃશ્યમાન મકાનમાં બાબતો જુદી જુદી છે. પછી જેના મનમાં જે બાબત આવી, એ બાબતને આગળ કરીને એ મકાનવસ્તુનું દર્શન કરે છે કે ‘મકાન સારા રંગવાળું’, ‘મકાન સારી ફરસીવાળું', ‘મકાન સારી હવાવાળું', ‘મકાન સારા અજવાળાવાળું.’
For Private and Personal Use Only
જેવી રીતે વર્તમાન દૃશ્યમાન મકાન અંગે દર્શનભેદ રહે છે, તેમ પારલૌકિક આત્મા, શુભાશુભ ભાગ્ય, પરમાત્મા વગેરે પદાર્થો અંગે ચિંતકોના સ્વીકારવામાં ભેદ પડે છે. કોઇ આત્માને ક્ષણિક તરીકે સ્વીકારે છે, તો કોઇ નિત્ય તરીકે સ્વીકારે છે, કોઇ